સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા પોલીસ ના નાક નીચે બૂટલેગરો મહારાષ્ટ્ર માંથી તાપી સહિત ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું શું વ્યવસ્થિત નેટવર્ક ચલાવી રહ્યા છે.જેમાં થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વ્યારા તાલુકામાં રેડ કરવામાં આવી હતી.જે ગુનામાં ધર્મેશ રાઠોડ નો ભાઈ દીપેશ રાઠોડ સામેલ હતો.જોકે ગતરોજ એલસીબી પોલીસે દીપેશ રાઠોડને ઝડપી લઇ સંતોષ માન્યો હતો.
જોકે સમગ્ર મામલે વ્યારા તાલુકાના એક ગામમાં હથિયારો સાથે પ્રવેશ કરનાર સાત જેટલા લુખ્ખા તત્વો સામે પોલીસે હજુએ કાર્યવાહી નથી કરી જેમાંથી ત્રણ લુખ્ખા તો પકડાયા હતા.જોકે ચર્ચા એવી છે કે સમગ્ર મામલે પોલીસે બંધ બારણે સમાધાન કરાવ્યું છે. સમાધાન ને લઈ બુટલેગર આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે.ત્યારે સુરત થી ધંધો ઓપરેટ કરતા મનીષ મારવાડી કોના ઇશારે આટલું કુદે છે એ સવાલ ઊભો થયો છે.કારણ કે લુખ્ખા તત્વો ગ્રામીણ વિસ્તારમાં આવતા હાલ બે નામો ચર્ચાસ્પદ બન્યા છે એ નામો છે મનીષ મારવાડી અને ધર્મેશ રાઠોડ,ત્યારે વિશ્વાસ અને પીન્ટુ ઠંડા પડતાં આ લોકો હાલ લાઈન ચલાવી રહ્યા હોઈ એવી ચર્ચા પણ ચાલી રહી છે.ત્યારે વ્યારા તાલુકામાં મોટા પાયે વિદેશી દારૂનો ધંધો કરતા બૂટલેગરો કોની પાસે દારૂ ખરીદે છે એ તપાસ નો વિષય બન્યો છે.ત્યારે તાપી જિલ્લામાં ફરી સ્ટેટ મોનીટરીંગ સેલ ધામાં નાખે એ જરૂરી બન્યું છે.કારણ કે લાઈન બંધ હોવાની વાતો કરતી તાપી પોલીસ પોતાની શાખ બચાવવા થોડા દિવસ પૂરતી લાઈન બંધ કરી દઈ ફરી ચાલુ કરાવી દેતા બૂટલેગરો બેફામ બન્યા હોઈ એવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે. જે બાબતે SMC(સ્ટેટ મોનીટરીંગ સેલ) ની રેડ જરૂરી બની છે વધુ વિગત માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ ….