ATM માંથી પૈસા ઉપાડી બેંકમાં ખોટા ક્લેમ કરતા ૨ આરોપીને પોલીસે ઝડપી લીધા

સમય ક્રાંતિ ન્યૂઝ..

હરિયાણા રાજ્યના ૨ આરોપીઓ દ્વારા પોતાના ઓળખીતાઓના ૩૨ એટીએમ કાર્ડ મેળવીને તે માંથી અલગ અલગ વિસ્તારમાંથી પૈસા ઉપડ્યા બાદ બેંકને નોટીશ આપીને ખોટી રીતે ક્લેમ કરીને પૈસા મેળવતા હતા. આવી જ રીતે નવસારીમાં આવેલી ગણદેવી પીપલ્સ બેંકનાં કબીલપોર બ્રાન્ચમાંથી અન્ય બેંકનાં એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડીને ક્લેમ કરતા તેમની સ્કીમ બેન્કે પકડી પાડી હતી. આ અંગે ગણદેવી પીપલ્સનાં સંચાલકો દ્વારા ગ્રામ્ય પોલીસને અરજી આપતા પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે


નવસારી એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બન્ને આરોપીઓ મુળ હરીયાણા રાજ્યનાં વતની છે અને આરોપી અશફાકખાન રહે.નુરમહોમદ ઘાસીખા ખાનનાઓ હરીયાણા રાજ્યના તેમના અલગ અલગ ઓળખીતા વ્યક્તિઓના અલગ અલગ બેંકના એ.ટી.એમ.કાર્ડ તેમને લાલચ આપી મેળવી તેનો ઉપયોગ કરી આરોપી અજીજખાન સનમહમદ ખાનનાઓ સાથે એક બીજાની મદદગારીથી અલગ અલગ જગ્યાએના એટીએમમાંથી પૈસા ઉપાડી જેતે એ.ટી.એમ. કાર્ડ ધારકને પોતે પોતાના બેંક ખાતામાંથી એટીએમ મારફતે પૈસા ઉપાડવા જતા એ.ટીએમમાંથી પૈસા નિકળેલ નહીં અને તેમના ખાતામાંથી ડેબીટ થઈ ગયેલ છે. તેવી ખોટી હકીકતવાળી ઓનલાઈન ફરીયાદ જે તે બેંકનાં કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરવા જણાવતા જે તે એ.ટી.એમ. ધારક ઉપર મુજબની ફરીયાદ બેંકનાં કસ્ટમર કેર ઉપર કરતા બેંક દ્વારા જે તે એટીએમ કાર્ડ ધારકને તેમની રકમ રીફંડ કરી આપતા હતા.
આ ગેંગ દ્વારા નવસારીમાં પોતાની કળા કરવા જતા ભેરવાઈ ગયા હતા. જેમાં નવસારીમાં આવેલી ગણદેવી પીપલ્સ બેંકનાં કબીલપોર બ્રાન્ચનાં એટીએમમાં જઈને પૈસા ઉપાડતા અન્ય બેન્કને ખોટી રીતે મેલ કરી ક્લેમ કરતા આ સમગ્ર ખેલ બહાર આવ્યો હતો. આ અંગે બેંક સંચાલકોને શંકા જતા તેઓ દ્વારા ગ્રામ્ય પોલીસને આ મામલે અરજી આપતા તપાસ કરતા પોલીસે અશફાકખાન લ્/ં નુરમહોમદ ઘાસીખા ખાન ઉ.વ.૩૨ રહે.કદીમ મસ્જીદની નજીક, પીપાકાગામ તા. તાવડો જી.નુહ રાજ્ય. હરીયાણા અને અજીજખાન લ્/ં સનમહમદ ખાન ઉ.વ.૩૬ રહે. મકાન નંબર -૭૭,પ્રાથમિક સ્કુલ પાસે ગામ.મનકાકા તા.હથીન જી.પલવલ રાજ્ય. હરીયાણા આ બંને આરોપીને બાતમીના આધારે નવસારી વાઘેશ્વરી માતાનાં મંદિર સામે જલારામનગર સોસાયટી તરફ જવાના નાકા પાસેથી પકડી પાડી તેઓ પાસેથી અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ નંગ-૩૨, રોકડા રૂપીયા ૨૦,૦૦૦/- તથા ડ્રાઈવિંગ લાયસન્સ નંગ-૧ તથા મોબાઈલ ફોન નંગ-૨મળી કુલ્લે રૂપીયા ૩૦,૦૦૦/-નો મુદામાલ કબજે કાર્યો હતો. એસઓજી પોલીસ દ્વારા આ આ બંને આરોપીઓ સામે ગુનો નોધી વધુ તપાસ નવસારી રૂરલ પોલીસેને સોંપી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી