સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણી લક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર-BLOના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શિક્ષિકાને કે.કે.નગર ઘાટલોડિયા પાસે BLOની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે તે જગ્યા પોતાના વિસ્તારની બહાર હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો
નોટિસ બાદ પણ હાજર ન રહેતા વોરંટ અપાયું – ડેપ્યુટી કલેક્ટર
શિક્ષિકાની અટકાયત અંગે ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે, નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયું છે. લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યું હતું. શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવાયુ છે.