ગિરિમથક સાપુતારા સજ્જડ બંધનાં એલાનનો અખબારી અહેવાલનો પડઘો ગાંધીનગર સુધી

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ઈતિહાસમાં પોતાના માટે નહી પરંતુ પ્રવાસન સ્થળનાં વિકાસ માટે સાચા અને કર્મનિષ્ઠ અધિકારીની બદલી રદ કરવા માટે ગ્રામજનોએ આંદોલનનું રણસીંગુ ફુક્યાનો પ્રથમ કિસ્સો જોવા મળી રહયો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની વાત કરીએતો ગિરિમથક સાપુતારાને દસ વર્ષ બાદ કાયમી ચીફ ઓફીસર તરીકે ડૉ. ચિંતન વૈષ્ણવ મળ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે ડૉ. ચિંતન વૈષ્ણવે ચીફ ઓફીસર તરીકે કાયમી કાર્યભાર સંભાળતાની સાથે જ જોવાલાયક સ્થળોની રોનક વધી હતી.

તત્કાલીન ચીફ ઓફીસર ડૉ. ચિંતન વૈષ્ણવ દ્વારા વર્ષો બાદ સાપુતારા સહિત નવાગામનાં પ્રાણ પ્રશ્નોને સાંભળી ઉકેલ માટે સકારાત્મક દિશા આપતા પ્રવાસન સ્થળની પ્રથમ વખત કાયા પલટ જોવા મળી હતી. છેલ્લા બે મહિનામાં સાપુતારાનાં તમામ જોવાલાયક સ્થળો ડૉ. ચિંતન વૈષ્ણવનાં સકારાત્મક અભિગમનાં પગલે ગંદકી મુક્ત બનતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં પ્રવાસન સ્થળની આગવી ઓળખ ઉભી થઇ હતી. સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફીસરની કડક કામગીરીનાં પગલે નોટીફાઇડ એરીયા કચેરીનાં કાયમી તેમજ હંગામી કર્મચારીઓ તથા એજન્સીનાં કર્મચારીઓ શિસ્તબદ્ધ શૈલીમાં આવી જઈ નિયમિત કામગીરીમાં જોતરાયા હતા. તેવામાં રાજ્ય સરકાર દ્વારા સાપુતારાનાં ચીફ ઓફીસર ડૉ. ચિંતન વૈષ્ણવની ટૂંકા સમયમાં જ ભાવનગર ખાતે સિવિલ ડિફેન્સ વિભાગમાં ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે બદલી કરી દેતા મામલો ગરમાયો છે. સાપુતારાનાં ચીફ ઓફીસર તરીકે તેઓએ બે મહિના જેટલી કામગીરી કરી હતી. જે તુરંત થયેલ બદલીથી સાપુતારા નવાગામનાં ગ્રામજનો રઘવાયા છે. સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ ચીફ ઓફીસર ડૉ. ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. સાથે સાપુતારા સજ્જડ બંધ, રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાંય રાજ્ય સરકાર દ્વારા ચીફ ઓફીસરની બદલી રદ ન કરતા સોમવારે પ્રવાસન સ્થળ સાપુતારા સજ્જડ બંધ રહયુ હતુ. જ્યારે મંગળવારે બીજા દિવસે પણ સાપુતારા સજ્જડ બંધ રહેતા જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓના બદલે કાગડા ઉડી રહયા હતા. બીજા દિવસે પણ તમામ લારી ગલ્લા, રેસ્ટોરન્ટ, એડવેન્ચર એક્ટિવિટી સહિતનાં તમામ સ્થળો બંધ રહેતા સુમસામ ભાસી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લાનાં ઇતિહાસમાં પ્રથમ વખત એક અધિકારીની બદલી રદ કરવા માટે ઉઠેલ લોકજુવાળ અને લોક આંદોલનનાં પગલે સાપુતારા સતત બે દિવસથી સજ્જડ બંધ જોવા મળ્યુ હતુ. જેમાં સાપુતારા નવાગામ ભાજપને વરેલુ ગામ હોવા છતાંય પ્રથમ દિવસે ડાંગનાં ભાજપી આગેવાનો ગ્રામજનોને હૈયાધરપત આપવા પણ ન ફરકતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. જે અખબારી અહેવાલોનો પડઘો છેક ગાંધીનગર સુધી પડતા આખરે ગુજરાત રાજ્યનાં વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, મહામંત્રી હરીરામભાઈ સાંવત સહિતનાં આગેવાનો સાપુતારા નવાગામ ખાતે દોડી આવ્યા હતા. અહી વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ગ્રામજનોની મુલાકાત લઈ વાતચીત કરી રજુઆત સાંભળી હતી. અહી ગ્રામજનોએ નાયબ દંડક વિજયભાઇ પટેલ સમક્ષ પોતાની હૈયા વેદના ઠાલવી નિષ્ઠાવાન ચીફ ઓફિસરની સાપુતારા ખાતે ફરી નિમણુક કરવાની રજુઆત કરી હતી. ત્યારે ગ્રામજનોને નાયબ દંડક વિજયભાઇ પટેલે છ દિવસની મુદતમાં યોગ્ય નિરાકરણનું આશ્વાસન આપ્યુ હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવાનું જણાવતા ધારાસભ્ય વિજય પટેલ
અહી ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલે ગ્રામજનોને જણાવ્યુ હતુ કે તમારી લાગણી અને વાચાને ધ્યાનમાં રાખી હું ૧૨મી તારીખે મંગળવારે રાજ્યનાં મુખ્યમંત્રીને રૂબરૂમાં મળી રજુઆત કરીશ. તેઓએ નવાગામનાં ગ્રામજનોને ૬ દિવસમાં હકારાત્મક ઉકેલ આપવાનું આશ્વાસન આપ્યુ હતુ. અને હાલમાં સજ્જડ બંધનું એલાન સમેટી લઈ બુધવારથી ધંધો રોજગાર નિયમિત ચાલુ કરવા અનુરોધ કર્યો હતો.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી