જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગનીની અધ્યક્ષતામાં તથા જનરલ ઓબ્ઝર્વરશ્રી ક્રિશન કુમાર (આઇએએસ) ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનનું બીજું રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું
સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત આગામી ૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ૨૩ બારડોલી સંસદીય વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજરોજ ૨૩ બારડોલી સંસદીય વિસ્તારમાં સમાવિસ્ટ સાત એ.સી.વાઇઝ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગનીની અધ્યક્ષતામાં તથા જનરલ ઓબ્ઝર્વરશ્રી ક્રિશન કુમાર (આઇએએસ) ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે બીજું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોએ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી.
બીજા ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનમાં ૨૩-બારડોલી સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાત એ.સી.વાઇઝ કયા પોલિંગ બૂથ ખાતે કયા ઈવીએમ મશીનની ફાળવણી થશે એ અંતર્ગત રેન્ડમાઈઝેશન પ્રક્રિયા પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પોલિંગ સ્ટેશન ખાતે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટના સેટની કયા પોલિંગ બૂથ ખાતે ફાળવણી થશે તે સોફ્ટવેર દ્વારા નક્કી કરાશે તે અંગે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.જાલાએ જણાવ્યું હતું કે,રેન્ડમાઈઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના ૧૨૫% લેખે બેલટ યુનિટ, ૧૨૫% લેખે કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫% લેખે વીવીપેટ ફાળવણી વિશે જણાવ્યું હતું. પોલિંગ બૂથોને રિઝર્વ્ડ યુનિટોની ફાળવણીને કારણે કોઈ મશીનોમાં કોઈ ખામી સર્જાય તો પણ વધારાના યુનિટો દ્વારા વોટિંગની પ્રક્રિયા કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં વોટિંગની પ્રક્રિયામાં અવરોધ આવે નહિ તેની કાળજી રાખવામાં આવી છે.રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન ઈવીએમ/વીવીપેટના નોડલશ્રી સહિતઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા.