કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ થયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે રાજ્યની વિધાનસભાએ બંધારણીય સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યાના લગભગ એક વર્ષ બાદ નાના સુધારા સાથે ફરીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્ધારા કેટલાક સુધારા કરવાની ભલામણો કરી હતી.

મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી હતી કે  બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ સત્તાવાર તરીકે ‘કેરલમ’ કરવા માટે બંધારણની કલમ 3 હેઠળ જરૂરી પગલાં લેવામાં આવે. IUML ધારાસભ્ય એન શમ્દ્દીને પ્રસ્તાવમાં એક સંશોધન રજૂ કર્યું હતું જેમાં વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને પુનર્ગઠન કરવાનું સૂચન કર્યું હતું. જોકે ગૃહે આ સુધારાને ફગાવી દીધો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલવાની માંગ કરતો પ્રસ્તાવ ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં કેન્દ્રને બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા જણાવ્યું હતું.  આ પ્રસ્તાવમાં માંગ કરાઇ હતી કે કેન્દ્ર સરકાર આઠમી સૂચિ હેઠળની તમામ ભાષાઓમાં નામ બદલીને ‘કેરલમ’ કરી દે.

જો કે, વિગતવાર ચકાસણી પર એવું જાણવા મળ્યું હતું કે આવા સંશોધનની આવશ્યકતા ફક્ત બંધારણની પ્રથમ સૂચિમાં જ જરૂરી છે. તેથી જ નવો ઠરાવ લાવવામાં આવી રહ્યો છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યુ હતું.તેમના ઠરાવમાં સીએમ પિનરાઈએ જણાવ્યું હતું કે ‘કેરલમ’ નામ સામાન્ય રીતે મલયાલમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે. સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને કેરળ કહેવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં જ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી