સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગર પાલિકા દ્વારા કચરા નિકાલ બાબતે પ્લાન્ટ સ્થાપવા આવ્યો છે જેની પ્રાદેશિક કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા જાત મુલાકાત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આપી સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવા અનુરોધ કરાયો હતો જેમાં પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ હજાર રહ્યા હતા જેની વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી..
નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત તા.૧/૬/૨૦૨૪ થી ૧૫/૬/૨૦૨૪ દરમ્યાન “સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી સંદર્ભે આજ રોજ તાપી જિલ્લામાં પ્રાદેશિક કમિશ્નરશ્રી RCM, સુરત શ્રી યોગેશ ચૌધરી, તેમજ જિલ્લા કલેક્ટર શ્રી, ડો.વિપીન ગર્ગે સ્વચ્છતા અંગે વ્યારા શહેરમાં ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ વ્યારા નગર પાલિકાની રિસોર્સ રિકવરી સ્ટેશન ખાતે કચરાના આખરી નિકાલ માટે પ્રોસેસીંગ પ્લાન્ટ અને STP પ્લાન્ટની મુલાકાત લઈ વ્યારા નગરની સ્વચ્છતાની કામગીરીની સરાહના કરી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.