સમય ક્રાંતિ ન્યૂઝ..
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલી અને રોહિતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. કોહલી બાદ તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તે સફળ રહ્યો હતો. રોહિત અને કોહલીની નિવૃત્તિ સાથે એક યુગનો અંત આવ્યો. કોહલીએ ઘણા T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવું કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય. જો કે હવે બંનેને યાદગાર વિદાય મળી છે.
ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે રોહિત શર્માએ ફરી એકવાર ચાહકોનું સપનું સાકાર કર્યું છે. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ અહીં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે રોહિતે ચાહકોને નિરાશ કર્યા ન હતા અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.