ક્રિકેટમાં ફરી ધુણ્યું મેચ ફિક્સિંગનું ભૂત, IPL વચ્ચે આ ક્રિકેટર પર લાગ્યો 5 વર્ષનો પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ..

Cricketer ban: ક્રિકેટ જગત હાલમાં IPL 2024 ના રોમાન્ચમાં ડૂબી ગયું છે. પરંતુ આ તમામ ઉત્તેજના વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના એક વિકેટકીપર ખેલાડી પર પ્રતિબંધ લાગ્યો છે. ICCએ 34 વર્ષીય કેરેબિયન ક્રિકેટર ડેવોન થોમસ પર 5 વર્ષ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.

થોમસે સ્વીકાર્યું છે કે તેણે શ્રીલંકા ક્રિકેટ (SLC), અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ના 7 ભ્રષ્ટાચાર વિરોધી કોડનું ઉલ્લંઘન કર્યું છે. આ કારણે ICCએ તેની સામે કડક કાર્યવાહી કરી છે અને તેને 5 વર્ષના પ્રતિબંધની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ડેવોન થોમસને 7 આરોપોમાં સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ હવે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેના પર મેચ ફિક્સિંગનો પણ આરોપ હતો અને તેને પોતાનો ખુલાસો કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.આઈસીસીના ઈન્ટિગ્રિટી યુનિટના જનરલ મેનેજર એલેક્સ હેલ્સે એક નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય, સ્થાનિક ક્રિકેટ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ વ્યવસાયિક રીતે રમી ચૂકેલા ડેવોન થોમસએ ઘણા ભ્રષ્ટાચાર વિરોધી સત્રોમાં ભાગ લીધો હતો. તે જાણતો હતો કે એન્ટી કરપ્સન કોડ્સ હેઠળ તેની જવાબદારીઓ શું હતી પરંતુ તે તેની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને આ પ્રતિબંધ યોગ્ય રીતે લગાવવામાં આવ્યો છે અને તે અન્ય ખેલાડીઓને પણ સંદેશ આપે છે કે જેઓ ભ્રષ્ટાચાર કરે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Read more

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં Read more

ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, સુપર-8માં ભારતની જીતની હેટ્રિક

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને કુલદીપ Read more

અફઘાનિસ્તાન સામે નિકોલસ પૂરનની વિસ્ફોટક ઇનિંગ સાથે 36 રન બનાવી દિધા

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટી-20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના જૂના અંદાજમાં જોવા મળી હતી. અફઘાનિસ્તાન સામે પ્રથમ બેટિંગ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી