વ્યારા વનવિભાગની ટીમ દ્વારા આંબાપાણી સહિતના વિસ્તારોમાં રેડ કરી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપી કુલ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના વ્યારા રેન્જ ફોરેસ્ટની ટીમ દ્વારા વ્યારા રેન્જમાં આવતા આંબાપાણી,વાંકલા,ભાનાવાડી અને ઉમરકુવા વિસ્તારમાં રેડ કરી ગેરકાયદેસર સંતાડેલા ખેરના લાકડાનો જથ્થો ઝડપી લીધો હતો.જેમાં વનવિભાગની ટીમને ટેમ્પો અને ઈનોવા ગાડી પણ મળી આવી હતી.જે બનાવમાં વનવિભાગે અંદાજિત 10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.જે માહિતી 2 કલાકે મળી હતી.

તા.૦૮ નાયબ વન સંરક્ષકશ્રી તાપીના સઘન પેટ્રોલીંગની સુચનાઓ અન્વયે મદદનીશ વન સંરક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ તા.૨૯-૦૪-૨૦૨૪ થી તા.૦૭-૦૫-૨૦૨૪ દરમ્યાન વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની આગેવાની હેઠળ જુદી-જુદી ટીમો બનાવીને નાઇટ પેટ્રોલીંગ કરી આંબાપાણી જંગલ ભાગે કંમ્પાર્ટમેન્ટ નંબર ૨૯૪ માં લાકડા વાહતુક કરવાના ઇરાદે આવેલ ઇનોવા કાર કબ્જે લીધી હતી. તા.૦૨-૦૫-૨૦૨૪ ના રોજ વાંકલા ગામના સ્ટેશન ફળીયામાં હનુમાન મંદિર પાસે બિન પાસ પરવાનગી વગરના છોલેલાં ખેર લાકડા ૬.૬૫૫ ઘ.મી. તથા સ્થળ ઉપરથી વાહતુક માટે વપરાયેલ જીજે-ર૬-ટી- ૯૭૫૬ ટેમ્પોને સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવેલ હતો. તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ ભાનાવાડી તથા ઉમરકુવા ગામમાં જુદા-જુદા સ્થળે છુપાવેલ છોલેલા ખેરનો અંદાજીત ૧૦.૦૦ ઘ.મી. જેટલો જથ્થો વ્યારા રેંજના સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ સ્થળ ઉપરથી પેટ્રોલીંગ સ્ટાફને જોઇ જતાં ગુન્હેગાર સ્થળ ઉપરથી ભાગી જતા વધુ તપાસ હાથ ધરીને ગુન્હેગાર પકડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ચારેય ગુન્હામાં ૨ ફોર વ્હીલર વાહન તથા અંદાજીત રૂ. ૮ થી ૧૦ લાખની કિંમતનાં ખેરના લાકડા જપ્ત કરવામાં આવેલ છે.

વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની આગેવાની હેઠળ જુદી-જુદી ટીમો દ્વારા કરાયેલી નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ચાર ગુન્હામાં ૨ ફોર વ્હીલર વાહન તથા અંદાજીત રૂ. ૮ થી ૧૦ લાખની કિંમતનાં ખેરના લાકડા જપ્ત કરાયા

Related Posts
તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં એક જ દિવસમાં 5 તાલુકાઓના 114 ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા…

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં 25 વિવિધ સ્થળો પર 280 જેટલા ગામો તથા 2 નગરપાલિકાને સેવા સેતુની 10મી શૃંખલામાં સમવિષ્ઠ Read more

અધારવાડી, તા.ડોલવણના રહેવાસી મહેન્દ્ર ચૌધરી ગુમ થયેલ છે

સમય ક્રાંતિ ન્યૂઝ.. અધારવાડી, તા.ડોલવણના રહેવાસી મહેન્દ્ર રવજીભાઈ ચૌધરી ઉ.વ.54 તા.26 ઓગષ્ટના રોજ માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે ઘરેથી ચાલ્યા Read more

તાપી જિલ્લામાં આગામી ૨૩મી ઓક્ટોબર અને ૨૪મી ઓકટોબરના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના Read more

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે “ International Day of the Girl child”ની ઉજવણી કરાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેંદ્ર (માણેકપુર ઉચ્છલ ખાતે તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી