સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઇન રોડ પર યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. 6 જેટલા હત્યારાઓ બોલેરો પીકઅપમાં આવી સ્કોર્પીયો કારને આંતરી યુવકને બહાર કાઢી માર મારવા લાગ્યા હતાં. રોડ પર દોડાવીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.
હત્યારાને પણ પગમાં ઈજા થયેલી
હત્યારાઓએ તલવાર અને ચપ્પુથી ભત્રિજાનો હાથ, કાન અને ગળું કાપી નાખી બેરહેમીપૂર્વક હત્યા કરી હતી. ઉધના પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારા કાકા ભાવસીંગ સહિત છ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં બે હત્યારા કાલુસીંગ અને મોહનસીંગને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક હત્યારા ગોપાલસીંગને પગમાં ગંભીર ઈજા થઈ હતી.