સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાની ખ્યાતનામ હોસ્પિટલ ડો શૈલેન્દ્ર ગામીત આઈસીયુ ના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ દાખલ થયા બાદ લંપટ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત ભાગેડુ છે.તો બીજી તરફ તેમના પત્ની દ્વારા ત્યાં અગાઉ કામ કરતી બે મહિલા કર્મચારીઓ વિરૂદ્ધ ડો શૈલેન્દ્ર હોસ્પિટલ અને ફરિયાદીની લેબ વ્યારા ક્લિનિક લેબોરોટરી માં કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ આપવામાં આવી છે.ત્યારે ચર્ચા એ છે કે કરોડો રૂપિયાની ફરિયાદ આપી એટલે એ સફેદ નો રૂપિયો હોઈ શકે તો બ્લેકમની હશે ખરી???
ત્યારે સમગ્ર ચર્ચા વચ્ચે ઈન્કમટેકસ વિભાગ અથવા ઈ,ડી જો તપાસ કરે તો બહુ મોટું કૌભાંડ બહાર નીકળે એવી ભીતિ સેવાઈ રહી છે.તાપી જિલ્લામાં કેટલાક લેબ સંચાલકો અને કેટલાક ખાનગી હોસ્પિટલના સંચાલકો આદિવાસી ગરીબ દર્દીઓ પાસે મસમોટા નાણાં ની વસુલાત કરે છે.જેમાં ખાનગી હોસ્પિટલમાં લેબ ટેસ્ટીગ ના બહાના હેઠળ ખાનગી લેબ સંચાલકોના માણસોને બોલાવી ટેસ્ટ કરવામાં આવે છે.એમાં gst હેઠળના બિલો કેટલાક દર્દીને આપવામાં આવતા જ નથી સાથે મેડિકલ સ્ટોર પણ પોતાના જ હોઈ છે.આવી ચેઇન ચલાવી ખાનગી હોસ્પિટલના સંચાલકો તેમના ભાગીદારો સાથે ઈલાજ ના નામ પર ખોટા ખર્ચા પણ કરાવતા હોય છે.ત્યારે સરકાર ની કેટલીક ગાઇડલાઈન મુજબ નહિ આવતા કેટલાક લેબ સંચાલકો અને ખાનગી હોસ્પિટલ ના સંચાલકો વિરૂદ્ધ આરોગ્ય વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે.ત્યારે તાપી પોલીસ લંપટ તબીબ ને ક્યારે ઝડપી પાડશે એવા સવાલ હાલ ઉઠવા પામ્યા છે.સમગ્ર મામલામાં રીતેશ નામના એક ઇસમનું પણ નામ બહાર આવ્યું હતું.એની તપાસ પોલીસે કરી કે નહિ એ બાબતે હાલ કોઈ સત્તાવાર માહિતી મળી નથી ત્યારે લંપટ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત પોલીસ પકડમાં આવે એ જરૂરી થઈ પડ્યું છે…..