સાપુતારામાં સફાઈ કર્મચારીઓ સાથે હળહળતો અન્યાય, નથી પૂરતો પગાર કે નથી મળતો પી.એફ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળમાં સફાઈ કરતા કર્મચારીઓને તેમના સાહસ અને દંભના લીધે જે કોરોનાના કપરા કાળમાં સફાઈ કરી અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ દેશના સફાઈ કર્મચારીઓએ દુનિયાને દાખવ્યું હતું. તેવા સફાઈ કર્મચારીઓનાં વડાપ્રધાને પગ ધોઈને કોરોના વોરિયર્સ એવા સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. પરંતુ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગીરીમથક સાપુતારામાં વર્ષોથી સફાઈ કરતા કર્મચારીઓ સાથે છેલ્લા ઘણાં સમયથી વળતર બાબતે હેરાન થઈ રહયા છે.

આ મોંઘીદાટ મોંઘવારીના દિવસોમાં પૂરતા પ્રમાણમાં પગાર આપવામાં આવતો નથી. અને છેલ્લા બે વર્ષથી પીએફ સાથે મળતા અન્ય ભથ્થા પણ આપવામાં આવ્યા નથી. અને સફાઈ કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહયો છે. તેમ જાણવા મળી રહયું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જે બાબતને સફાઈ કર્મચારીઓએ લેખિત અને મૌખિકમાં નોટિફાઇડ એરીયાની કચેરી સાપુતારા ખાતે રજૂઆતો કરી પરંતુ બહેરા અને મૂંગા બની બેઠેલાં અધિકારીઓએ કર્મચારીઓ સાથે થતો અન્યાયના કોઈપણ યોગ્ય પગલાં લેવાયા નથી ઉલ્લેખનીય છે કે, નોટિફાઇડ એરિયા કચેરી સાપુતારા મારફતે આઉટર્સોસિંગ કર્મચારી તરીકે ૬૩ સફાઈ કર્મચારીઓ સાથે અન્ય કર્મચારીઓને પણ પૂરતા પ્રમાણમાં પગાર મળતો નથી. અને છેલ્લા બે વર્ષથી કર્મચારીને પીએફ મળ્યો નથી.

તા ૨૫/૧૧/૨૦૨૨ થી સફાઈ કામદારનો ઇજારો ધરાવતી શિવ એન્ટર પ્રાઇઝ એજન્સીને સોંપાતા ડિસેમ્બર ૨૦૨૨ થી આજદિન સુધી પીએફ આપવામાં આવ્યો નથી કે નથી પૂરતો પગાર? સફાઈ કર્મચારીઓને હળહળતો અન્યાય બાબતે તમામ સફાઈ કર્મચારીઓએ શ્રમ કમિશનર વલસાડ, શ્રમ કમિશનર હેડ ઓફિસ ગાંધીનગર અને પીએફ કમિશનર વાપીને સાપુતારા ખાતેના સફાઈ કરતાં કર્મચારીઓએ થતો અન્યાય બાબતે લેખીતમાં અરજી સાથે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે.

Add..

Happy birthday..

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી