સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના ન્યુ બોમ્બે માર્કેટની પાછળ આવેલી પારસી પંચાયતની જગ્યા પર ગેરકાયદેસર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું તેની પર ઇન્ચાર્જ પોલીસ કમિશનરે જે સ્પેશિયલ જાહેરનામુ બહાર પાડ્યું હતું જ્યારે પોલીસ કમિશનરે સવારે 8:00 થી રાતે દસ વાગ્યા સુધી કોઈપણ ભારે વાહનને લક્ઝરી બસ એ શહેરમાં પ્રવેશ સવારનો નહીં તેનું જાહેરનામા હોવા છતાં પણ બસ સંચાલકો દ્વારા અગાઉ ડીસીપી સુધીર દેસાઈના સમયનું જાહેરનામું બતાવીને કાયદાનો સરેઆમ ઉલંદન કરી રહ્યા છે.
આ સંદર્ભે ટ્રાફિક પીઆઇ સર્કલ ચારે ગેરકાયદેસર બસ સ્ટેન્ડ ચલાવનાર સંચાલકોને બોલાવીને પ્રતિબંધ સમયમાં લક્ઝરી બસ શહેરની અંદર લાવી અને બહાર કાઢવા બાબતે કડક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હોવાનો પણ જાણવા મળ્યું છે અને જેના કારણે ગઈકાલે બપોરથી જ ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી લક્ઝરી બસ સંચાલકોમાં ફાફડાટ વાપી ગયો છે
સુરત શહેરમાં વિકાસલક્ષી કાર્યને લઈને કેટલાક વિસ્તારોમાં મેટ્રો અને અન્ય કામગીરીને લઈને ટ્રાફિક સમસ્યા જટિલ થઈ છે ત્યારે બીજી તરફ સુરત શહેરમાં જાહેરનામું ટ્રાફિક વિભાગ દ્વારા જે પોલીસ કમિશનરને સહી સાથે બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર ભારે વાહન થતા લક્ઝરી બસ ને સવારે 8:00 વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી પ્રતિબંધ સમયમાં લક્ઝરી બસ શહેરમાં પ્રવેશીઓની નહીં અને શહેરની બાર નહીં લઈ જવાની એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતાં 6 -9 -2018 ના રોજ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકના ડો સુધીર દેસાઈ દ્વારા સ્પેશિયલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેની અંદર લક્ઝરી બસ સ્ટેન્ડ જે પ્રાઇવેટ છે તેની અંદર લક્ઝરી બસ લઈને આવી શકે અને જઈ શકે તે માટે જાહેરનામું આપવામાં આવ્યું હતું.પરંતુ આજે તેનો અર્થઘટન થઈને લક્ઝરી બસના સંચાલકો ટ્રાફિકના કાયદા નિયમોનો સરેઆમ ભંગ કરી ને પોતાની લક્ઝરી બસ શહેરમાં લાવી રહ્યા છે એક તરફ પોલીસ કમિશનનો જાહેરનામું છે બીજી તરફ જે તે સમયે ડીસીપી દેસાઈ નું જાહેરનામું છે તેનો વહી મર્યાદા એક વર્ષથી જ હોય છે અધિકારી બદલાઈ એટલે એ જાહેરનામું રદ થઈ જાય છે પરંતુ આજે 6 વર્ષ થયા આ જાહેરનાઓમાં લક્ઝરી બસ સંચાલકો દ્વારા ઉપયોગ કરીને શહેરમાં આઠ વાગ્યાથી લઈને રાતે દસ વાગ્યા સુધી ગમે તે સમયે લક્ઝરી બસો લાવી રહ્યા છે જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ને અસર પહોંચી રહી છે બીજી તરફ મેટ્રો અને વિકાસલક્ષી કાર્યને લઈને પણ શહેરોમાં વિકાસ લક્ષી કાર્ય થાય છે
જેથી ટ્રાફિક સમસ્યાના સ્થાનિક રહીશોને પણ સમસ્યા નડી રહી છે અને આ બાબતે વારંવાર સ્થાનિક રહીશો દ્વારા ગેરકાયદેસર લક્ઝરી બસ માટેની ઓનલાઈન ફરિયાદ અને લેખિત ફરિયાદો ટ્રાફિક વિભાગના જોઈન પોલીસ કમિશનર ચૌધરી ને મળી રહી છે તેમજ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકના વાનણી મેડમ આ બાબતે સચોટ માહિતી અટલ સવેરા દ્વારા પૂછવામાં આવી હતી પરંતુ તેમને અત્યંત કામમાં વ્યસ્ત હોવાના લઈને વધુ માહિતી માટે મદદનીશ પોલીસ કમિશનર ગામીત નો સંપર્ક કરવાનો જણાયું હતું આ સંદર્ભે તેમને પૂછ્યું હતું પરંતુ આ જાહેરનામું રદ કરવાનો કે રીન્યુ કરવાનો અધિકાર અમારી પાસે નથી
કમિશનર સાહેબ જ કરી શકે છતાં પણ છેલ્લા છ વર્ષથી આ જાહેરનામાના ઉલ્લંઘન બાબતે કે લક્ઝરી બસ સંચાલકો દ્વારા કેટલી બસ શહેરમાં આવશે અને કેટલી જશે એની કોઈ પણ જાતની માહિતી ટ્રાફિક પોલીસ અધિકારી કે ટ્રાફિક વિભાગને આપવામાં આવી નથી ગેરકાયદેસર બસ સ્ટોપ ને લઈને જ્યારે કોઈ દુર્ઘટના થશે ત્યારે પોલીસની ભૂમિકા પર ઘણા સવાલ ઊભા થાય છે…..? પોલીસની નજર સામે ગેરકાયદેસર પાર્કિંગ હોવા છતાં પણ કેમ પગલાં નથી ભરતા એ સવાલ લોક ની વચ્ચે ચર્ચા રહ્યો છે….? જેની પાછળ બસ સંચાલકો દ્વારા ટ્રાફિક વિભાગને અંગત મદદરૂપ થતા હોય એવું શહેરીજનોમાં ચર્ચાઓ થઈ રહી છે… ?
આગામી દિવસોમાં આ સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે લક્ઝરી બસ પ્રતિબંધિત સમયમાં લાવવા પર કાર્યવાહી કરવામાં આવશે કે જેમ ચાલતું હતું તેમ ચાલશે તેની નજર મંડાઇ રહી છે…..? ગઈકાલે સર્કલ ચારના પીઆઈ ઝાલા મેડમે નિષ્ઠા અને પ્રમાણિકતાથી લક્ઝરી બસ બપોરના સમયે શહેરમાં આવતી અને જતી અટકાવો નો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે અને લક્ઝરી બસ સંચાલકોને સુચના આપવામાં આવી છે કે ગેરકાયદેસર પાર્કિંગ પરથી બસ સ્ટેન્ડ પરથી નિર્ધારિત સમય જે રાતે 10 થી સવારે 8:00 વાગ્યા વચ્ચેનો છે તેમ જ લઈ જવાશે જો એ સમય પછી પ્રતિબંધિત સમયમાં લઈ જવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો સૂચનાઓ આપવામાં આવ્યો પણ જાણવા મળ્યું છે