વ્યારા ખાતે ડિઝાસ્ટર કંટ્રોલરૂમની તાલીમ પુર કે અન્ય આપત્તિમાં પોહચી વળવા માર્ગદર્શન અપાયું..

સમય ક્રાંતિ ન્યૂઝ..

ચોમાસા દરમિયાન અકસ્માતો અને ત્વરિત રીસ્પોન્સ માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપી સુસજ્જ કરાયા

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજરોજ નિવાસી કલેક્ટર આર.આર.બોરડ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીશ્રીઓ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંટ્રોલરૂમ વિશે સમજ આપતા નિવાસી અધિક કલેકટર આર.આર બોરડએ જણાવ્યું હતું

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કે ઈમરજન્સી ઘટનાઓ અને આફતોના વ્યવસ્થાપનને લગતી બાબતો અંગે કાર્યરત મુખ્ય કેન્દ્ર. કે જ્યાં ઈમરજન્સી ઘટનાઓ અને આફતોને આનુષાંગિક બધી પ્રવૃત્તિઓનું સંકલન, તમામ લાઈન ડિપર્ટમેન્ટ અને ઈમરજન્સી વિભાગો સાથે સંકલનનું મુખ્ય કેન્દ્ર.
ચોમાસા દરમિયાન બનતા અકસ્માતો અને ઘટનાઓ સામે ત્વરિત રિસ્પોન્સ કેવી રીતે આપી શકાય તેના ભાગરૂપે મામલતદાર શ્રી ડિઝાસ્ટર મયુરભાઈ પ્રજાપતિ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના અધિકારીશ્રીઓએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કંટ્રોલરૂમમાં ફરજ નિભાવતા તમામ કર્મચારીઓને અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી જેમાં તાલીમ દરમિયાન ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે કે ગામિત દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. ઈમરજન્સી દરમિયાન હવામાન ખાતાની આગાહી મળે કે તાત્કાલિક જે તે સબંધિત વિભાગો તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમને જાણ કરવી તથા નુકશાનથી સંભવિત અસર પામી શકે તેવા વિસ્તારો કે સમુદાયોને પરિસ્થિતિથી માહિતગાર કરવા અને ઈમરજન્સી સમયે કાર્યરત ટીમો સાથે સંકલનમાં રહેવા અનુરોધ કરાયો હતો. તાપી જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. આ તાલીમમાં અને જિલ્લા ના વિવિધ કચેરીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૬૨૬ ૨૨૩૩૩૨ અને ટોલ ફ્રી નં. ૧૦૭૭

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી