સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી છે. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોશી, મનોજ કુમાર દાસ સહિતના અધિકારીઓના નામ સામલે છે.
જયંતી રવિની ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ છે. જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..
વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકવામાં આવ્યા છે, જ્યારે ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા છે.
કોને ક્યાં મૂકવામાં આવ્યા..
- વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકાયા
- ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા
- ACS પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો
- એમ.કે.દાસને CMOના ACS બનાવાયા
- એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો
- જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
- જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં ACS બનાવાયા
- ACS અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી
- ACS એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી
- ACS જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી
- ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા
- મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા
- મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા
- રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા
- ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના OSD બનાવાયા
- અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર
- રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા
- રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા
- કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ બનાવાયા
- એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા