સમય ક્રાંતિ ન્યૂઝ..
શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માનિત સરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભયશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત અધિકારી કર્મચારીઓ પણ પ પણ ઉપસ્થિત રહી શૌર્યચક્ર પુરુસ્કૃત શ્રી મુકેશ ગામીતને તેમની બહાદુરી અને વીરતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નોધનીય છે કે, તાપી જિલ્લા સહિત ભારત દેશનું ગૌરવ વધારનાર વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના શ્રી મુકેશ ગામીતે ૧૯મી ડિસેમ્બર ૨૦૨૧માં શ્રીનગર ખાતે આતંકવાદી તપાસ અભિયાનમાં બહાદૂરી પુર્વક આતંકવાદીઓનો સામનો કરી આતંકવાદીને મોતને ઘાટ ઉતારી સહ કર્મચારીઓને બચાવવામાં આવેલ હતા.આ શોર્યપુર્ણ કાર્ય બદલ ભારત દેશના માન.રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શોર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.