સમય ક્રાંતિ ન્યૂઝ..
હોળી ધુળેટીની ઉજવણી કરવા લોકો પોતાની નજીક રહેલા નદી-તળાવ અને ડેમ સાઈટ પર ન્હાવા જતા હોય છે. જો કે આ રીતે ધુળેટીની ઉજવણી જીવલેણ બની જતા લોકો સોકના વાંતોડમાં ધેરાઈ ગયા છે ધુળેટીની ઉજવણી કરવા નદીમાં ન્હાવા ગયેલા પાલનપુરમાં બે લોકો અને વડતાલમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમ બાલારામ નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબવાથી મોત થયા છે. ધુળેટી પર્વને લઈને ડીસાના યુવકો બાલારામ નદીમાં ન્હાવા ગયા હતા અને ડૂબી ગયા હતા. સ્થાનિકોએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યાં હતા.
બીજી બાજુ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. વિદ્યાનગરની એમ.વી. કોલેજના પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ડૂબ્યાં હતા, જેમાંથી બેને બચાવી લેવાયા હતા, જો કે બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીનું ડૂબી જવાથી મોત થયું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહને કરમસદની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.