તિરુપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ લગાવી ડુપ્લીકેટ તેલ વેચનારા બે વેપારી સુરતમાંથી પકડાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરમાં થોડા સમય પહેલાં નકલી ઘી અને પનીર મળી આવ્યા હતા. હવે શહેરના લિંબાયત વિસ્તારમાં ડુપ્લીકેટ કપાસિયા તેલના ડબ્બા મળ્યા છે. લિંબાયત પોલીસે નકલી તેલ વેચનારા બે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી અનુસાર ફરિયાદી ભૂષણ મહેન્દ્ર દાણી (ઉં.વ. 34, રહે. પાલડી અમદાવાદ)એ ફરિયાદ આપી હતી કે તેમની એન.કે પ્રોટીન્સ પેઢી હેઠળ બનતા કપાસિયા તેલનું ડુપ્લીકેશન કરી સુરતમાં વેચવામાં આવી રહ્યું છે. સુરતના વેપારીઓ કોપીરાઈટ એક્ટનો ભંગ કરી રહ્યાં છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

એન.કે. પ્રોટીન્સના ભૂષણ દાણીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા લિંબાયત વિસ્તારમાં દુકાનદારો અલગ અલગ કંપનીના 15 કિલોના કપાસિયા તેલના ડબ્બા લાવી તેના સ્ટીકર તથા ઢાંકણ પર લગાવેલું બુચ કાઢી એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ. કંપનીના તિરૂપતી કપાસિયા તેલના સ્ટીકર તથા બુચ લગાવી ડુપ્લીકેટ તેલનું વેચાણ કરતા હતા. પહેલી નજરે જોતાં તે ડબ્બા એન.કે. પ્રોટીન્સના ઓરિજનલ હોવાનું લાગતું હતું. આ રીતે લેભાગુ વેપારીઓ એન.કે. પ્રોટીન્સ બ્રાન્ડનો ખોટી રીતે ઉપયોગ કરી નકલી તેલ વેચી રહ્યાં હતાં.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી