સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘‘પા પા પગલી યોજના’’ અંતર્ગત ‘શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ’નો ઝોન કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

કામરેજ તાલુકાની ખોલવડ કોલેજના દલપતરામ ભવન ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં મહિલા અને બાલ વિકાસ વિભાગ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકની કચેરી-સુરત ઝોન અને જિલ્લા પંચાયત-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘‘પા પા પગલી..પ્રોજેકટ’’ અંતર્ગત ‘શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ’નો ઝોન કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને તે માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.
આ પ્રસંગે સાંસદશ્રીએ સુરત ઝોન હેઠળ સમાવિષ્ટ દરેક જિલ્લાઓની આંગણવાડીના અધિકારી/કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઘડાયેલી નવી શિક્ષણ નીતિ વિશે જણાવતા સાંસદશ્રીએ કહ્યું કે, રાજ્યસરકારના ‘પા પા પગલી..’ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભૂલકાઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડી તેમનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. બાળકોના ભણતર, ઘડતર અને ઉજ્જવળ ભાવિના ચણતર માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અતિ મહત્વનું છે હોવાનું તેમણે ઉમેર્યું હતું.


૩ થી ૬ વર્ષના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી TLM(ટીચિંગ લર્નિંગ મેથડ) પધ્ધતિથી નાની વયે જ બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત કરી તેઓને અભ્યાસ પ્રત્યે રુચિ કેળવે છે. જે આગળ જતાં તેઓને પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ નીવડે છે. ‘શિક્ષિત બાળકથી શિક્ષિત સમાજ’નો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણને અપાતા પ્રોત્સાહનને પગલે આદિવાસી, પછાત સહિતના દરેક સમાજનો સર્વાંગી વિકાસ કરી શકાય છે.
સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ભૂલકાઓમાં ભણતર સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનું સિંચન પણ અનિવાર્ય છે. જેથી રાષ્ટ્રની ઉન્નતિમાં મહત્તમ બાળકો અને યુવાઓ ભાગ લઈ ભારતને વિકસીત બનાવી શકે. બાળકો અને ખાસ કરીને દીકરીઓને ભણતર માટે પ્રોત્સાહન આપતાં તેમણે શિક્ષક તેમજ વાલીઓને સજાગતાથી બાળકોના ભાવિ ઘડતરમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સમગ્ર સુરત ઝોન તેમજ ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ જિલ્લાના આંગણવાડી કર્મચારીઓ દ્વારા TLM (ટીચર લર્નિંગ મેથડ)ના વિવિધ મોડેલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કલા પ્રખરતા શોધ કાર્યક્રમ હેઠળ વિવિધ જિલ્લાઓ દ્વારા પાણીની બચત, સોશિયલ મીડિયાના દુષ્પરિણામ અંગે નાટક, ગરબા, આદિવાસી નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઈનામ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, જિલ્લા પંચાયત દંડક મુકેશભાઈ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ સભ્ય રીટાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન, જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલબેન ઠાકોર સહિત વિવિધ તાલુકાના પ્રોગ્રામ ઓફિસર બહેનો સહિત મોટી સંખ્યામાં આંગણવાડીની મુખ્ય સેવિકા, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી