સમય ક્રાંતિ ન્યૂઝ..
પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન (UPSC ચેરપર્સન) મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. તેમનો હજી 5 વર્ષનો કાર્યકાળ બાકી હતો. જોકે રાજીનામું આપ્યા બાદ સોનીએ જણાવ્યું હતું કે આ રાજીનામાનો પુજા ખેડકર સાથે કોઈ સંબંધ નથી.
રાજીનામું સ્વીકારાયું નથી
જોકે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના એક સૂત્રના જણાવ્યા અનુસાર તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. સૂત્રોનું કહેવું છે કે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે સંબંધિત નથી. જણાવી જઈએ કે સોની 2017માં યુપીએસસીના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે, 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર સામેના આરોપોને પગલે UPSC વિવાદમાં ફસાઈ છે, જેમણે સિવિલ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે નકલી ઓળખ કાર્ડ બનાવ્યા હતા. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે “ઘણા સમય પહેલા” રાજીનામું સુપરત કર્યું હતું.