VALSAD / ભાજપે બે ટર્મથી સાંસદ કે.સી.પટેલની ટિકિટ કાપી Dhaval Patelને જાહેર કર્યા ઉમેદવાર

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતીય જનતા પાર્ટીએ લોક સભાની ચૂંટણી માટે આજે 13 માર્ચે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી  આ બીજી યાદીમાં 72 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 7 બેઠક ગુજરાતની છે.જેમાં કેટલાકના પત્તા કપાયા હતા ગુજરાતની આ 7 બેઠકો વડોદરા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને સુરત પર ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. 

વલસાડ બેઠક પર ભાજપે છેલ્લી બે ટર્મથી સાંસદ રહેલા કે.સી. પટેલને પડતા મુકી ધવલ પટેલને ટિકીટ આપી છે. આવો જાણીએ તેમના વિશે. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જાણો કોણ છે ધવલ પટેલ એન રાજકીય કારકિર્દી..

ધવલ પટેલ આદિવાસી સમાજમાંથી આવે છે. તેમણે 12 વર્ષ સુધી દેશ અને વિદેશમાં મલ્ટી નેશનલ કંપનીમાં કામ કર્યું અને વર્ષ 2021માં નોકરી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે પાર્ટીનું ઓનલાઇન કામ પણ કર્યું છે.  વર્ષ 2014 અને 2019ના લોકસભા કેમ્પઇનમાં સક્રિય હતા અને વર્ષ 2021માં પાર્ટી અને આદિવાસી સમાજના ઉદ્ધાર માટે મારે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. ધવલ પટેલે આદિવાસી સમાજના પડતર પ્રશ્નો માટે કેંપેઇન ચલાવ્યું હતું. આદિવાસી સમાજનો અભ્યાસ કરવા માટે તેમણે દેશના ઘણા રાજ્યોનું ભ્રમણ કર્યું છે. તેમણે આદિવાસી સમાજ પર પુસ્તકો પણ લખ્યા છે. તેમણે  ‘મોદી વિથ ટ્રાઈબલ્સ’  શીર્ષક પર પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત તેમના ઘણા પુસ્તકોનું વિમોચન પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. અનંત પટેલ હાલ વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. 

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી