વાંસદાનાં તોરણીયા ડુંગર પર્વતારોહણનું કેન્દ્ર બન્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

વાંસદા તાલુકાનાં તોરણીયા ડુંગર કે જે ગોધાબારી, સરા, મહુવાસ અને ચારણવાડા ગામોનાં વચ્ચે સ્થિતિ અડીખમ એવા તોરણીયા ડુંગર ખાતે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તથા ચોક બોલ એન્ડ પ્લેય્ડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ, મોટી ભમતી વાસંદાનાં સહયોગથી બિન નિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર ૨૦૨૩-૨૪ તા.૧૧ થી ૧૭ સ્થળ તોરણીયા ડુંગર ઉપર, અતિ પૌરાણિક શિવ પાર્વતી અને રામદેવજી મંદિર, સીતા રામના ચરણો, આદિવાસીઓની કુળદેવી માવલી માતા, પાવન પાણીનો કુંડ તેમજ ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ઝરણાઓ અને ચોમાસા દરમિયાન શીતળ ધોધ સાથે જંગલ ટ્રેકિંગ,

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પર્વતારોહણની આરોહણ અને અવરોહણ, જંગલની અલ્હાદાયક પ્રાકૃતિક વનરાજી, પર્વતનાં ખડકનાં સપાટી ઉપર થતી વિવિધ પ્રવૃત્તિઓ જેમાં ૩૦ એન્ગલ રોક, ૮૦ એન્ગલ રોક , ૯૦ એન્ગલ રોક, ચીમની, ૩૦૦ રુટ બાહુબલી, ડોમ ૧, ૨, કોર્કોડાઈલ રોક, ભોઈરુ તેમજ સાહસિક શિબીરોનાં ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયેલ છે.જેમાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં વિદ્યાર્થીઓએ હર્ષભેર કૌશલ્યમાં ભાગ લઈ રહયા છે. વિશેષમાં આ શિબિરમાં પર્વતારોહણનાં તજજ્ઞ તરીકે ફરજ બજાવનાર કાજલબેન મુળજીભાઈ માહલા, નવતાડ અને વિકેશભાઈ રાજેશભાઈ ગામીત, ચારણવાડા સફળ હિમાલય ટ્રેકર, નવનીત ચવધરી-ઉમરકુઈ -પિનલ પટેલ- કુરેલીયા, બિંદિયા પટેલ -બીલીમોરા, જિગ્નેશ પટેલ- રાણીફળીયા, બ્રિજેશ માસી – ઉમરગામ, કાર્તિક પટેલ બાજીરાવ પાટીલ – વાપી, હીરેન પટેલ- મોટી ભમતી, શીવરામ- ધ.ડાંગ વગેરે અનુભવી ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને સફળતા પુર્વક તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં પાયાનાં સફળતાનાં સોપાન રુપ નવસારી જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં અધિકારી હીરેન પટોડીયા તથા રમત ગમત અધિકારી નવસારી માર્ગદર્શન રહેલ છે. વિશેષમાં ડો.વિજય પટેલ (લ્બ્લ્-૭૫૬૭૯૭૩૨૪૧) સફળ પર્વતારોહી તેમજ ટીમ મેમ્બર મહેશ પવાર-ડાંગ, તાનાજી પવાર- વઘઈ, નીલ પટેલ-વાંસદા જણાવે છે કે આ સાહસિક શિબીરોમાં આજના નવ યુવાનોમાં એક નવી દીશા, નવચેતન પહેલનાં સ્વરૂપમાં દક્ષિણ ગુજરાતમાં પર્વતારોહણનો શિબિર ચોક્કસપણે સફળ સાબિત થયેલ છે.

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી