સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢના ઉખલદા ગામે છેલ્લા કેટલાક સમય થી દીપડો ગ્રામજનો ને નજરે પડ્યો હતો જેને લઇ ગ્રામજનો ખેતી કામ કે પશુ ચવારા જતાં ભય રહેલો હતો જે બાબતે વન વિભાગને જાણ કરવામાં આવતા દિપડા ને પાંજરે પુરાવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં આજે વહેલી સવારે દીપડી પાંજરામાં કેદ થઈ ગઈ હતી..
સોનગઢ તાલુકાના ઉખલદા ગામમાં દાદરી ફળિયામાં વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરા માં મરણ ખાવાની લાલચે દીપડી પાંજરે પુરાઇ જતાં ગ્રામ જનો એ પણ રાહત નો શ્વાસ લીધો હતો તો બનાવને લઈ વન વિભાગ દ્વારા દીપડી નો કબ્જો લઈ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી કરાઇ હતી જે બાબતની માહિતી 11 કલાકે મળી હતી..