સમય ક્રાંતિ ન્યૂઝ..
બાંગ્લાદેશમાં (Bangladesh) હિંસાને કારણે સ્થિતિ અનિયંત્રિત થઇ ગઇ છે. ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી. તેમજ ઢાકામાં થયેલી હિંસામાં (Violence) ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા. દરમિયાન વડા પ્રધાન શેખ હસીના નેટવર્ક પર વધી રહેલી અથડામણોને શાંત કરવા માટે અપીલ કરી રહ્યા હતા.
અસલમાં હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની માંગ સાથે સેંકડો બાંગ્લાદેશીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધીઓ પર પોલીસે પહેલા રબરની ગોળીઓ ચલાવી હતી. પરંતુ બાદમાં તોફાનીઓએ જવાબી કાર્યવાહી કરી અને પોલીસને કાબૂમાં લઇ લીધી હતી. ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાજધાની ઢાકામાં બીટીવીના હેડક્વાર્ટર સુધી અધિકારીઓને ખદેડ્યા હતા, પછી નેટવર્કની રિસેપ્શન બિલ્ડિંગ અને બહાર પાર્ક કરેલા ડઝનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે રાજધાની ઢાકા આગની લપેટમાં આવી ગઈ હતી. ત્યારે અહીંની સ્થિતિને અનિયંત્રિત થતા જોઇ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.