તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જુદી જુદી સ્વીપ પ્રવૃતિ દ્વારા નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન કરવા પ્રેરિત કરાયા
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન અને સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલના નેતૃત્વમાં તાપી જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત ચૂંટણી સંદર્ભે જિલ્લાનાં નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તેવા હેતુ સર SVEEP (Systematic Voter’s Education and Electoral Participation)પ્રવૃતી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સોનગઢ તાલુકામાં આદર્શ મરાઠી શાળાના આચાર્યશ્રી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાલીઓને ભેગા કરી મતદાનના હકનો ઉપયોગ અવશ્ય કરવો જોઇયે તેવા સંદેશ સાથે મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.તેમજ પ્રાથમિક શાળા ગતાડીના સહયોગ થકી ” મારો મત મારું ભવિષ્ય”, “મત સે મત ભાગો “, ” યુવા શક્તિ કે તીન હૈ કામ : શિક્ષા, સેવા, મતદાન” જેવા સૂત્રોથી લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી
તેવી જ રીતે કુકરમુંડાના મટાવલ ગામમાં યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા કાર્યક્રમ યોજાયો તેમજ નિઝર તાલુકામાં શાલે ગૃપ ગ્રામ પંચાયત ખાતે યુવા મતદારો દ્વારા ‘મારો મત મારું ભવિષ્ય’ને ધ્યાનમાં રાખી પોતે મતદાન કરશે જ પણ સાથે વડીલો તેમજ દાદા-દાદીઓને પણ મતદાન માટે સમજાવીશું એવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.
વ્યારા તાલુકાના વાઘઝરી ગામની આંગણવાડી ખાતે મતદાન જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો તેમજ કસવાવ ગામમાં આવેલ લાયબ્રેરી અને આંગણવાડી ખાતે પોસ્ટરોના પ્રદર્શન દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં ગામજનો અને યુવાનો દ્વારા મતદાન માટે પોતે, પોતાના કુટુંબના સભ્યો અને ગ્રમજનોને પણ મતદાન માટે લઇ જઈશું એવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.આમ, તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવનાર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ આવે અને દરેક બુથમાં 100% મતદાન થાય એ માટે વિવિધ પ્રવૃત્તિ અને કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.