તાપી જિલ્લામાં મતદાન જાગૃતતા કાર્યક્રમ વેગવાન

લોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકશાહીના મહાપર્વમાં સામેલ કરવા જિલ્લા ચૂંટણીતંત્રની કામગીરી નોંધનીય

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકતંત્રને પાયાથી મજબૂત કરવા માટે સમાજના પ્રત્યેક નાગરિકોનું મહત્વનું યોગદાન રહેલું છે. આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ દેશભરમાં વિવિધ તબક્કાઓમાં લોકસભા સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તાપી જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકોની ભૂમિકા મહત્વની રહેશે. લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી આ લોકતંત્રની શાસન પ્રણાલીને વેગવાન બનાવવા માટે બંધારણ દ્વારા સૌને મતાધિકારનો હક્ક મળ્યો છે.

જે અન્વયે આજે નિઝર તાલુકાના સરવાળા ગામમાં આંગણવાડી ખાતે મહિલા બહેનો અને યુવા મતદારો દ્વારા ‘મારો મત મારું ભવિષ્ય’ને ધ્યાનમાં રાખી મતદાન કરવા અંગેના સંકલ્પબદ્ધ થયા હતા. ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામ ખાતે “લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનું ચૂકશો નહિ”ના સંદેશ થકી ગામના 10 થી 15 જેટલા લોકોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. સોનગઢ તાલુકાના બંધારપાડા ગામના હેર સલુનમાં યુવા મતદારો દ્વારા “તમારું મતદાન લોકતંત્રનું પ્રાણ”, “કરો પ્રયત્ન ઝાઝા, છૂટે નહીં એક પણ મતદાતા” જેવા પોસ્ટરોના પ્રદર્શન થકી મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં થઈ રહેલી સ્વીપ એક્ટિવિટી દરમિયાન વ્યારામાં માલીવાડ ખાતેની સસ્તા અનાજની દુકાન પર આવતા ગ્રાહકોને તથા જેસીંગપુરાના નાગરિકોને પણ મતદાનનું મહત્વ સમજાવીને જાગૃત કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતતા કેળવવા માટે નોંધનીય કામગીરી થઈ રહી છે. બેનર્સ અને પોસ્ટરનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરવા સંદેશો આપવામાં આવી રહ્યો છે.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી