સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના સરૈયા સ્થિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે સ્વીપ પ્રવૃત્તિ હેઠળ મતદાન જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં સ્થાનિક ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. લોકોએ પણ સમય કાઢીને મતદાન કરવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ટીમ પ્રજાને લોકસભા સામાન્ય ચૂંટણીમાં પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરીને જાગૃત કરી રહી છે.