તાપી જિલ્લામાં વિવિધ જાહેર સ્થળોએ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ચૂંટણી પ્રસંગમાં પ્રત્યેક મતદાતાને સહભાગીદારી સુનિશ્ચિત કરવા અનેકવિધ સ્વીપ એક્ટિવિટીનું આયોજન

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. વીપીન ગર્ગ તેમજ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના નેતૃત્વમાં વિવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી છે. સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧ વ્યારા અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન પ્રત્યેકની જાગૃતતા કેળવવામાં આવી છે

.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આજરોજ જિલ્લા સેવસદન,સિનિયર સિટિઝન ક્લબ રામતળાવ તેમજ ERIS Mall સહિતના જાહેર સ્થળોએ ૧૫ day Intensive Campaign અંતર્ગત “Large Rangoli” સ્પર્ધા/ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી દ્વારા “અવસર લોકશાહીનો, મારા ભારતનો”, “દેશ કા મહા ત્યૌહાર”, “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” “લોકતંત્ર કે ત્યૌહાર કા ઉત્સવ મનાયે, મતદાન અવશ્ય કરને જાયે” જેવા વિવિધ સ્લોગનો સાથે જિલ્લાના મતદાતાઓને જાગૃતિ સંદેશો પાઠવવામાં આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના ચિત્ર શિક્ષકોએ ખૂબ જ સરસ અને પ્રસંશનીય કામગીરી કરી પોતાનો નોંધપાત્ર ફાળો આ કાર્યક્રમમાં આપ્યો હતો.

લોકશાહીએ ભારત દેશની તાકાત છે, લોકશાહીમાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ હોય છે. લોકશાહીને મજબુતી પ્રદાન કરવા માટે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે તેઓ મતદાન કરે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી તંત્રએ આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવી છે. ચૂંટણી તંત્રએ લોકતંત્રના પર્વમાં જિલ્લાના પ્રત્યેક નવા મતદારો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો, સિનિયર સિટિજન સહિત શતાયુ મતદારોને મતદાન માટે સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી પ્રેરિત કર્યા છે.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી