સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ખ્યાતનામ હોસ્પિટલ ડો શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ ના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ દાખલ થયા બાદ તબીબ ફરાર છે,જોકે તેને પકડવા માટે પોલીસ મેહનત કરે છે કે નહિ એ તો ખબર નહિ પણ ડો શૈલેન્દ્ર ગામીત દ્વારા તેના બે ભાગીદારો સાથે મળી કરોડો રૂપિયાની જમીન લઈ ત્યાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.
સ્વાભાવિક હશે ત્યાં હોસ્પિટલ બાંધવામાં આવી રહી હોઈ જોકે વ્યારા શહેરમાં ઘણી હોસ્પિટલો સારી છે,તેમાંય જનરલ હોસ્પિટલ પણ ખૂબ સારી છે.અને તેમાં સરકાર દરેક દર્દીને મફતમાં સારવાર આપતી હોઈ છે.પછી ત્યાંથી અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તો તબીબ નો વાંક નહિ કેહવાય એ આપણે દરેક લોકો જાણતા છે.કારણ કે દર્દીનો જીવ મહત્વનો હોઈ છે.હવે અન્ય હોસ્પિટલમાં કેમ રીફર કરવા પડે એ સરકાર અને સરકારી તબીબો જાણે ??? ત્યારે ડો શૈલેન્દ્ર ગામીત અને તેના બે ભાગીદારો તેઓ પણ તબીબ ના વ્યવસાય સાથે જોડાયેલા છે.તેઓ દ્વારા ગરીબ આદિવાસી જિલ્લામાં કરોડો રૂપિયાની જગ્યા લઈ ત્યાં બ્લેલ્સિંગ કેર ક્યોર પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા બનાવી લંપટ તબીબ સહિત ત્રણ ડાયરેકટર દ્વારા કરોડો રૂપિયાની જગ્યા લેવામાં આવી છે.જે બિનખેતી હોઈ ત્યાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે.ત્યારે દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં કરોડો રૂપિયાની ઉચાપતની પણ ફરિયાદ દાખલ થઈ છે.જે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઈન્કમટેકસ અથવા ઈ,ડી માં જાણ કરાઇ કે નહિ એ બાબતે સત્તાવાર કોઈ માહિતી મળી નથી,ત્યારે તાપી જિલ્લામાં તબીબી ક્ષેત્રે કરોડો રૂપિયા કમાવવા એ ખાવાના ખેલ તો નથી ??? આટલા કરોડો રૂપિયા ત્રણ તબીબો પાસે આવ્યા ક્યાંથી ??? ગરીબ દર્દીઓને સાજા કરી આટલા રૂપિયા કમાઈ શકાય ખરા ??? સરકાર ને ટેક્ષ તો આપવો જ પડે એ ટેક્ષમાં ચોરી કરી છે કે નહિ ??? માની લીધું કે બાંધકામ માટે લોન લીધી હોઈ તો જગ્યા લેવા માટેના કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી ??? બે અલગ અલગ જગ્યા માટે કરોડો રૂપિયાનો દસ્તાવેજ થયો એ સફેદ નાણાં હશે જ્યારે ઉપરથી કેસમાં પણ રૂપિયા તો આપવા જ પડે ને ??? ત્યારે તાપી જિલ્લાના લંપટ તબીબ અને તેમના ભાગીદારો સામે તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે ભાગીદારોના નામો તમારા માટે કદાચ ચોંકાવનાર હશે!!!વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ.. આભાર…