સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરની ખ્યાતનામ હોસ્પિટલ ડો શૈલેન્દ્ર એન્ડ આઈસીયુના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ થયા બાદ તબીબ હાલ ફરાર છે.જેની શોધખોળ વ્યારા પોલીસ કાયદેસર કરી રહી છે.એમાં કોઈ શંકાનું સ્થાન નથી.પણ તબીબ ઝડપાયા નથી.ત્યારે તબીબ ના પત્ની દ્વારા પણ ત્યાં અગાઉ કામ કરતી કર્મચારી મહિલાઓ સામે કરોડોની ઉચાપતની ફરિયાદ આપવામાં આવી છે.ત્યારે સવાલએ થાય છે,કે કરોડો રૂપિયાની ઉચાપત થઈ ત્યાં સુધી તબીબ અથવા તેમના પત્નીને ખબર જ નહિ પડી ???
ત્યારે તાપી જિલ્લામાં ઈન્કટેકસ વિભાગ ધામા નાખે તો કેટલીક જગ્યા પરથી આવા કાળા નાણાંનો વેપલો બહાર આવે એમ છે.તાપી જિલ્લામાં કોવિડ કાળ દરમ્યાન ડો શૈલેન્દ્ર એન્ડ આઈસીયુ હોસ્પિટલના તબીબ દ્વારા હજારો દર્દીઓને સારવાર આપી હતી.તેના હિસાબના નાણાંની તો ઉચાપત નથી થઈ ને ???કારણ કે ચર્ચા એ પણ છે જ્યારે સરકાર કોવીડના ટેસ્ટ મફતમાં કરતી હતી,ત્યારેઆ લંપટ તબીબ ગરીબ આદિવાસી દર્દીઓને રૂપિયા ખર્ચવા મજબૂર કરતો હતો.અને તેમના પત્નીની લેબમાં ટેસ્ટ માટે મોકલતો હતો.એવી ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે તબીબને ત્યાં આઈ,ટી સર્ચ કરે એ જરૂરી બન્યું છે.વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ ….