સમય ક્રાંતિ ન્યૂઝ..
તન નું સાર તપ, ધન નું સાર દાન, મન નું સાર ધ્યાન છે – જૈનાચાર્ય
રવિવારે, ‘રામાયણ મા સંસ્કૃતિ નો સંદેશ’ જાહેર પ્રવચન થશે.
દીક્ષાદાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ ના શિષ્યરત્ન
460 શ્રમણી ગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્ન સૂરિજી વગેરે 20 સાધુ ભગવંતો નુ વ્યારા નગર મા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે બેન્ડ-બાજા સાથે ભવ્ય સામૈયું કર્યું. નાની-નાની દિકરીયો અને બેનો માથે કળશ ધારણ કરી અને ઠેર – ઠેર ગહુંલી કાઢી સ્વાગત કર્યું સ્વાગત યાત્રા – સામૈયું ઉનાઈ નાકા થી શરૂ થઈ અંબા માતાના મંદિર,
વૃંદાવાડી, મોચીવાડા થઈ કાનપુરા વિસ્તાર ના જૈન ઉપાશ્રય મા સભા રૂપે પરિવર્તિત થઈ.
ઉપસ્થિત જૈન સમાજ ના શ્રાવક-શ્રાવિકાઓ ને જૈનાચાર્ય શ્રી રશ્મિરત્ન સૂરીજી એ , સંબોધિત કરતા જણાવ્યું કે ભગવાન મહાવીરે અહિંસા, સંયમ અને તપ નો ધર્મ બતાવ્યો છે . જેમ દૂધ નો સાર મલાઈ છે , એમ જીવનનો સાર ભલાઈ છે, એમને વધુ મા જણાવ્યું તન નું સાર તપ, ધન નું સાર દાન, મન નું સાર ધ્યાન છે. તપસ્યા કરવાથી આત્મા શુદ્ધ બને છે.મંગળવાર થી વિશ્વભરમ 10 હજાર થી વધુ તપસ્વીઓ 400 દિવસના વર્ષિતપ (એકાંતરે ઉપવાસ)નો પ્રારંભ કરશે. જૈન ધર્મ ના ગતસૈકા ના સૌથી મોટા ગુરુદેવ શ્રી પ્રેમ સુરીજીની કર્મભૂમિ વ્યારા ને એમના ભાણેજ જૈનાચાર્યશ્રી વીર રત્ન સુરીજીએ ખૂબ જ ધર્મ ના રંગે રંગી છે.સંઘના આગેવાન શ્રી નિખિલ ભાઈ એ જણાવ્યું કે રવિવારે સવારે 9:00 કલાકે જૈન ઉપાશ્રય (કાનપુર) મા.
રામાયણમાં સંસ્કૃતિ નો સંદેશ એ વિષય ઉપર જૈનાચાર્યશ્રી માર્મિક પ્રવચન આપશે.સુરતમાં મહાવિદેહ ધામ( વેસુ ) માં 20 મેથી 26 મે વેકેશનમાં થનારી યુવા શિબિર અને ઉપધાન ના પ્રવેશ પત્ર વિતરણ કરાશે.