સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ વ્યારા પોલીસ મથકે દાખલ થતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે તબીબના પત્નીએ આપેલ કરોડોની ઉચાપત પ્રકરણમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.ત્યારે સમગ્ર મામલે તબીબ દ્વારા કરાયેલા મેસેજમાં રીતેશ નામના વ્યક્તિનું નામ આવ્યું હતું.જે અંગે તબીબ પકડાશે બાદમાં રીતેશ નામનો વ્યક્તિ કોણ છે એ બહાર આવશે એવી માહિતી પોલીસ દ્વારા અપાઈ હતી.જે માહિતી આજે 4 કલાકે મળી હતી.