સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ચકચારીત તબીબ દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં લંપટ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત હજુય પોલીસ પકડથી દુર છે.જોકે તાપી પોલીસ લંપટ તબીબ ને પકડવા માટે મેહનત કેમ નથી કરતી એ સવાલ ઉઠવા પામ્યા છે ??? જ્યારે ગતરોજ વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો.
જે શિક્ષકને વાલોડ પોલીસે 24 કલાકમાં ઝડપી લઇ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલવા નો હુકમ કરતા કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.ત્યારે વ્યારા શહેરના ખ્યાતનામ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત કેમ પોલીસ પકડમાં નથી આવતા એ ચર્ચા એ જોર પકડયું છે.વ્યારા શહેરના તબીબ વિરૂદ્ધ તો દુષ્કર્મ અને છેડતી એમ બે ફરિયાદ દાખલ થઈ છે.તો બીજી તરફ માત્ર છેડતી ની ફરિયાદ દાખલ થયેલ એવા શિક્ષક ને વાલોડ પોલીસે ઝડપી લેતા વાલોડ પોલીસ ની કામગીરી સરાહનીય કહી શકાય એમ છે.ત્યારે વ્યારા પોલીસે આત્મમંથન કરવાની તાતી જરૂર જણાઈ રહી છે.કારણ કે તબીબ પોલીસ પકડમાં આવશે બાદમાં મોબાઈલ ફોન સહિતના મહત્વના પુરાવા કબ્જે કરવામાં આવશે બાદમાં કેટલાય રહસ્ય પરથી પરદો ઉઠે
તેમ છે !!!વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ આભાર