ક્રાઈમ પેટ્રોલ જોઈ પ્લાનિંગ કરી પ્રેમિકાની ઠંડે કલેજે હત્યા કરી નાખી જુઓ અહેવાલ

સમય ક્રાંતિ ન્યૂઝ..

જલાલપુર તાલુકાના અબ્રામા ગામ ખાતે ગત તારીખ ૨૯-૩-૨૦૨૪ના રોજ મુક્તિ નામની મહિલાનો મૃતદેહ સળગાવી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમાં પોલીસે હત્યા થયા હોવાનો ભેદ ઉકેલી હત્યા કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. હત્યા કરવા માટે યુવકે ૮૦ રૂપિયાનું ડીઝલ ખરીદી બાદ પ્રેમિકાને પોતાની બાઈક પર બેસાડી રાત્રે પોતાના ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બનાવ્યો અને ત્યારબાદ મુક્તિને પિયર મુકવા જઈ ઘરના વાડામાંજ તેની હત્યા કરી મૃતદેહને ડીઝલ છાંટી સળગાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.


લગ્નોતર સંબંધોમાં હંમેશા કરુણ અંજામ આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેમ છતાં લોકો લગ્ન બાદ પણ એક નહીં અનેક પ્રેમ સંબંધો રાખતા ખચકાતા નથી. ત્યારે નવસારીની એક ખાનગી સ્કૂલમાં કામ કરતા બે પરણિત યુગલ એકબીજાના પ્રેમમાં પડે છે અને ત્યારબાદ તેનો કરુણ અંજામ આવે છે જેનો દાખલો જલાલપુર તાલુકાના અબ્રામા ગામ ખાતે રહેતા મુક્તિબેનનાં હત્યા એ આપ્યો છે.જલાલપોર તાલુકાના વેડછા ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા મુક્તિબેન હિતેશભાઈ પટેલ, ઉંમર વર્ષ- ૩૬ જેઓના લગ્ન અબ્રામાં ગામે થયા હતા અને તેઓ નવસારીની એક ખાનગી શાળામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી રહયા હતા. ત્યારે મુક્તિ બેનની શાળામાં વોચમેન તરીકે કામ કરતા રાજેશભાઈ જીવણભાઈ પટેલ રહેવાસી, મટવાડ ગામ, ડુંગલા ફળિયા, તા. જલાલપોર, જિલ્લો નવસારી. સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા છ માસથી બંને જણા એકબીજાના પ્રેમમાં હતા. જેમાં બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મુક્તિબેન જ્યારે પણ રાજેશભાઈ સાથે મુલાકાત માટે આવતી ત્યારે રાજેશભાઈ પાસેથી ઉછીની રકમ પેટે રૂપિયા ૨૦૦૦ થી લઈ રૂપિયા ૩,૦૦૦ જેટલી રકમ તે લઈ જતી હતી. બંનેનો પ્રેમ સંબંધ સારી રીતે ચાલતો હતો જે દરમિયાન રાજેશને મુક્તિબેન પર શંકા જતા મુક્તિબેનના ફોનમાં એપ નાખી તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહયો હતો. જેમાં મુક્તિબેન તેમના સિવાય અન્ય વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ રાજેશ દ્વારા ક્રાઈમ પેટ્રોલ જોઈને મુક્તિ બેનની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

જે અંતર્ગત ગત તારીખ ૨૮ -૦૩-૨૦૨૪ના રોજ સફેદ કલરની એકટીવા ગાડી નંબર જીજે-૨૧-એપી-૯૨૩૯ લઈને સવારના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં એરૂ ચારરસ્તા ખાતે આવેલ ખાતે આવેલ હરિહર પેટ્રોલ પંપ પરથી રૂપિયા ૮૦ નું ડીઝલ ખરીદી પોતાની સાથે રાખી મુક્તિબેન પાસે જઈ તેમને પોતાની સાથે એકટીવા પર બેસાડી ફર્યા હતા અને રાત્રીના સમયે રાજેષભાઈ મુક્તિને મટવાડ ખાતે પોતાના ઘરે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી જ્યાંથી સવારે ચાર વાગ્યા સુધી તેની સાથે રહી. મુક્તિબેનને સમજાવી તેને અન્ય એક વ્યક્તિ હેરાન કરી રહયો છે. અને જો તેમાં મને કઈ પણ થાય તે મારા મોત માટે એ વ્યક્તિ જવાબદાર રહેશે તેવી સુસાઈડ નોટ લખાવી રાત્રિના સમયે મુક્તિને તેના પિયરમાં મુકવા જઈ તેના ઘરના પાછળના ભાગમાં આવેલ વાડામાં લઈ જઈ મુક્તિનું મોઢું, નાક તથા ગળું દબાવી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ડીઝલ છાંટી સળગાવી દઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બીજા દિવસે મુક્તિનો મૃતદે મળી આવતા જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ફોરેન્સિક એનાલિસિસ દ્વારા માલુમ પડ્યું હતું કે આ યુવતીની હત્યા કરી દીધા બાદ તેની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પોલીસ દ્વારા વેડછા ગ્રામ પંચાયતના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલ એનાલિસિસ કરતા રાજેશભાઈ પોતાની એકટીવા પર મુક્તિ બેનને બેસાડીને જતો જોવા મળ્યો હતો. જે અંગે નવસારી એલસીબી પોલીસે રાજેશને બોલાવી પોલીસ દ્વારા પૂછપરછ કરતા રાજેશે હત્યાની કબુલાત કરી હતી. જેને પગલે હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે હાલમાં આરોપી રાજેશ જીવણભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈ હત્યાનું પ્લાનિંગ કર્યું હતું
રાજેશે પોતાની પ્રેમિકા મુક્તિથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના મોબાઈલમાં ક્રાઈમના ઉકેલ માટે આવતી સીરીયલ ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈ હતી અને તેમાં અલગ અલગ રીતે હત્યાને અંજામ આપવામાં આવતો હોય તે જોઈ તેના પરથી પોતાની પ્રેમિકા મુક્તિની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને તેને અંજામ આપવામાં સફળતા પણ મળી હતી.

પેટ્રોલ કરતાં ડીઝલની બાળવાની ક્ષમતા વધારે હોય જેથી ડીઝલનો ઉપયોગ કર્યો
રાજેશભાઈ જીવણભાઈ પટેલ આમ તો ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ તેને
આભાર – નિહારીકા રવિયા અનેક વીડિયો અને સીરીયલોના માધ્યમથી હત્યા કરવા માટેનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં તેઓએ પેટ્રોલ કરતાં ડીઝલ બાળવા માટે વધારે સક્ષમ હોવાથી હત્યા બાદ લાશને સળગાવવા માટે ડીઝલનો ઉપયોગ કર્યો હતો.

પ્રેમિકા પર શંકા જતા રાજેશે મુક્તિના મોબાઇલમાં એપ નાખી તેની ગતિવિધિઓ પર નજર રાખતો હતો
આરોપી રાજેશ પટેલ પોતાની પ્રેમિકા મુક્તિ સાથે છેલ્લા છ મહિનાથી પ્રેમ સંબંધ ધરાવતો હતો. તે દરમિયાન તેને મુક્તિ પર શંકા જતા તેણે મુક્તિના મોબાઈલમાં એક પ્રકારની એપ ઇન્સ્ટોલ કરી હતી. જેથી તે મુક્તિની તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકતો હતો. તે કોની જોડે વાત કરે છે? શું વાત કરે છે? તે તમામ માહિતી તે રાખતો હતો. જેમાં મુક્તિના અન્ય કોઈ સાથે પણ પ્રેમ સંબંધ હોવાનું જણાઈ આવતા છેલ્લા ત્રણ મહિનાથી હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.

પ્રેમિકાના નામે જ સીમકાર્ડ લઈ તેજ નંબરથી તેની સાથે વાત કરતો
રાજેશ ખૂબ ચાલક અને હોશિયાર હતો. તેણે હત્યા કરવાનું પ્લાનિંગ કર્યા બાદ પ્રેમિકા મુક્તિ પાસે તેના જ નામનું સીમકાર્ડ લેવડાવ્યું હતું અને તે સીમકાર્ડ રાજેશ પોતાની પાસે રાખી તે નંબર પરથી જ માત્રને માત્ર પોતાની પ્રેમિકા મુક્તિ સાથે વાત કરતો હતો. જેથી પાછળથી પોલીસ તપાસમાં મુક્તિના નંબર પર જ વાત થઈ હોય તેવું ફલિત થાય અને પોલીસ રાજેશ સુધી ન પહોંચી શકે તે માટેનું આગોતરું પ્લાનિંગ કરી અને સીમકાર્ડ પોતાની પાસે રાખી અલગ મોબાઈલ લઈ તેમાં રાખતો હતો અને તેનાથી જ મુક્તિ સાથે વાતચીત કરતો હતો. આમ પોલીસથી બચવા તેને માઇક્રો પ્લાનિંગ કર્યું હતું.

આરોપી રાજેશ ઇંંગ્લીશ પર સારું પ્રભુત્વ ધરાવે છે
મુક્તિની હત્યા કરનાર રાજેશ પટેલ તેઓ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેના પિતા વેસ્ટ બેંગોલમાં રહેતા હોય ત્યારે તે પણ ત્યાં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો હતો. જેના કારણે તેનો ઇંંગ્લીશ પર સારું એવું પ્રભુત્વ ધરાવતો હતો. તેથી જ તેને પોલીસે ઝડપી પાડ્યા બાદ પોલીસ સાથે ઇંગ્લીશમાં વાર્તાલાપ કરતો હતો. પરંતુ પોલીસે તેની હવા કાઢી નાખી હતી.

આરોપી રાજેશે પ્રેમિકા મુક્તિ પાસે સુસાઇડ નોટ લખાવી લીધી હતી
રાજેશ એટલો હોશિયાર હતો કે તેણે હત્યા કરવાનો પ્લાનિંગ કરી લીધી હતી. પરંતુ તેની ભણક પોતાની પ્રેમિકા મુક્તિને આવવા દીધી ન હતી. રાજેશે મુક્તિને પટાવી તેની પાસેથી એક સુસાઇડ નોટ કાગળ પર લખાવી લીધી હતી. જેમાં તેણે અન્ય વ્યક્તિ તેને હેરાન કરી રહયો હોય અને જો મને કંઈ પણ થાય તો મારી હત્યા કે આત્મહત્યા માટે આ જ વ્યક્તિ જવાબદાર હોય તેવું તેને લખાવી દીધું હતું અને મુક્તિની હત્યા કરી આ સુસાઇડ નોટ મુક્તિના મોબાઈલથી તેના બે મિત્ર અને પરિવારજનોને મોકલી આપી હતી. જેની તપાસમાં પોલીસે સુસાઇડ નોટના કાગળના અન્ય કાગળો આરોપી રાજેશના ઘરેથી કબજે કર્યા છે. જે પોલીસ માટે મહત્વનો પુરાવો બની રહેશે.

હાથ ઉંછીના પૈસા માંગતી હોવાના કારણે હત્યા કર્યાનો રાજેશનો દાવો
રાજેશે પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. આ ભેદ પોલીસે ઉકેલી રાજેશને જ્યારે ઝડપી પાડ્યો ત્યારે રાજેશે પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે મુક્તિ રાજેશ પાસે હાથ ઉછીના પૈસા માંગતી હતી. છેલ્લે કોઈ લોનનાં હપ્તા ભરવા માટે રૂપિયા ૮,૦૦૦ની માંગણી કરી હતી. જે આપી શકવા માટે સક્ષમ ન હોવાથી તેને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

પુરાવાનો નાશ કરવા માટે હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો
પોતાની પ્રેમિકા મુક્તિ સાથે રંગરેલીયા બનાવ્યા બાદ તેને પોતાના પિયરના વાડામાં લઈ જઈ ત્યાં તેનું મોઢું, નાક અને ગળું દબાવી રાજેશે હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે તેણે મુક્તિના મૃતદેહ પર ડીઝલ છાંટી આંખ ચાપી દીધી હતી. જેથી પોલીસને કોઈ પુરાવા પ્રાપ્ત ન થાય તે હેતુસર મૃતદેહ સળગાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

૨૦૦૯માં પણ એક મહિલાના આત્મહત્યા પ્રકરણમાં આરોપી રાજેશની પૂછપરછ કરવામાં આવી હતી
રાજેશના ગુનાહિત ઈતિહાસની તપાસ કરતા ૨૦૦૯ની સાલમાં એક મહિલાએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યું હોવાનું સામે આવ્યું હતું જે અંગે જલાલપોર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હતો. જેમાં પોલીસે રાજેશને બોલાવી તેની પૂછપરછ અને ઉલટ તપાસ પણ કરી હતી. જોકે એ બાબતમાં પોલીસને કોઈ પણ પુરાવા મળ્યા ન હતા. જેથી એ ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવી હતી. પરંતુ આ વખતે પોલીસે કાચું ન કાપતાં સંયોગીક પુરાવા એકત્ર કરી રાજેશને જેલ પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે.

આરોપી રાજેશ મૃતક મુક્તિને બાઈક પર બેસાડી જતો સીસીટીવીમાં કેદ થતા ભેદ ઉકેલાયો
આરોપી રાજેશે પોતાની પ્રેમિકા મુક્તિની હત્યા કરવા માટે માઈક્રો પ્લાનિંગ કરી હતી. પરંતુ આ પ્લાનિંગમાં એક માત્ર ખોટ રહી ગઈ હતી અને તે હતી રસ્તા પર લાગેલા જાહેર સીસીટીવી કેમેરા જેમાં રાજેશ મુક્તિને પોતાની
આભાર – નિહારીકા રવિયા એકટીવા બાઈક પર પાછળ બેસાડી અને લઈ જતો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા અને ત્યારબાદ પોલીસને શંકા જતા પોલીસે મોબાઈલ એનાલીસીસ કરતા તેમાંથી ટેકનિક સર્વેલન્સના આધારે હત્યારો રાજેશ જ હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી