સમય ક્રાંતિ ન્યૂઝ..
કેરળના (Kerala) વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને (Landslide) કારણે જાનમાલને મોટું નુકશાન થયું છે. ત્યારે ગઇકાલે ત્રણ જગ્યાએ થયેલા ભૂસ્ખલન બાદ આજે બુધવારે વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. આ સાથે જ ભારતીય સેનાએ પણ અહીં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. જેના પગલે બુધવાર સુધીમાં 1000થી વધુ લોકોને બચાવી લેવાયા છે.
વાયનાડ ભૂસ્ખલન અકસ્માત બાદ કેરળ સરકારે 2 દિવસનો શોક જાહેર કર્યો છે. બીજી તરફ ભારતીય સેના, NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે સેનાએ લગભગ 1000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં આટલા વિનાશના કારણે ઘણા લોકોના મૃતદેહો ભેખડાના કાટમાળમાં દબાયા છે જેને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.