કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ

કોંગ્રેસના બેંક ખાતાઓ સામે આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ રહેશે હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે

થોડા દિવસ પહેલા જ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે માંગ કરી હતી કે પાર્ટી દ્વારા 210 કરોડ રૂપિયા વસૂલવામાં આવે

ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટીના આદેશ પછી, કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ ITATને આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી કરી જેથી તે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકે. તેમણે કહ્યું, “તમે સ્ટે અરજી ફગાવી દીધી હોવાથી, જેના પક્ષકારો માટે દૂરગામી પરિણામો આવશે.