ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે એક વિકેટના નુકસાને 135 રન બનાવી લીધા છે.