કેએલ રાહુલે કહ્યું, ‘IPLમાં માલિકો સંશોધન કરે છે અને ટીમ પસંદ કરે છે. પરંતુ તેની ખાતરી નથી કે તમે દરેક રમત જીતી જશો.
છેલ્લી સિઝન દરમિયાન કેએલ રાહુલની ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી લખનઉ ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયન્કા ટીમ ડગઆઉટ પાસે કેપ્ટન કેએલ રાહુલ સાથે લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા
ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા અને દાવો કરવામાં આવ્યો કે સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલની ક્લાસ લગાવી હતી. જે બાદ સંજીવ ગોયન્કાના આ વર્તનથી ચાહકો ખૂબ જ નારાજ થયા હતા.