સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે.ત્યારે જિલ્લાની પોલીસના નાક નીચે યંત્રના નામ પર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જુગાર ધામના અડ્ડાઓ ઠેર ઠેર ચાલી રહ્યા છે.બીજી તરફ આદિવાસી ખેડૂતો અને યુવા વર્ગ બરબાદ થઈ રહ્યા હોઈ એવું લાગી રહ્યું છે.
તાપી જિલ્લાના વ્યારા,ડોલવણ,વાલોડ,સોનગઢ સહિતના કેટલાક વિસ્તારોમાં અડધું શટલ ખોલી યંત્ર ના નામ પર આંકડા નો જુગાર ચલાવવામાં આવી રહ્યો છે.તો બીજી તરફ મુંબઈ થી નીકળતા વરલી મટકાના જુગાર ની પણ હાટડી ઓ ફરી શરૂ થઈ હોવાની ચર્ચા છે,ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે વિશ્વ આદિવાસી દિવાની ઉજવણી અંતર્ગત આવનાર હોઈ ત્યારે તેઓ પણ તાપી પોલીસને કેટલાક ગુના ઉકેલવા માટે ટકોર કરતા જાય એવી માંગ ઉઠી છે.કારણ કે દુષ્કર્મ અને છેડતી પ્રકરણનો તબીબ હજુય પોલીસ પકડમાં આવ્યો નથી તો બીજી તરફ તાપી પોલીસ ના નાક નીચે ચાલતા યંત્ર ના નામે આંકડાનો ખેલ પણ અહીંના સ્થાનિક લોકોને બરબાદીના માર્ગે દોરી જનાર હોઈ એવું હાલ લાગી રહ્યું છે.ત્યારે ગૃહ પ્રધાન સ્ટેટ મોનીટરીંગ સેલ ને છૂટો દોર આપી તાપી જિલ્લામાં ઉતારે એ જરૂરી થઈ પડ્યું છે ….