સમય ક્રાંતિ ન્યૂઝ..
નર્મદાના ડેડીયાપાડામાં એક શિક્ષકે પાણી મુદ્દે મનસુખ વસાવાને રજૂઆત કરી તો સાંસદે સામે ગાળો ભાંડી હોવાના આક્ષેપો લાગ્યા છે. આ રજૂઆત દરમિયાન તેમણે કરેલા અભદ્ર વર્તનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની સજા શિક્ષકે ભોગવવી પડી છે તેમ કહી શકાય.
શિક્ષક ભારજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોરવા માટે રજૂઆત કરી હતી, ઉલ્ટાનું સમાધાન થવાને બદલે તેમને સજા મળી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. શિક્ષકે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, પાણી જેવી પાયાની સુવિધા માટે સાંસદને રજૂઆત કરતા તેમણે સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવાને બદલે તેમને ગાળો ભાંડી.
ન્યાય માટે તેમણે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને બીજા જ દિવસે તેમને શાળામાંથી વર્તુણક સારી નથી તેમ કહી, ફરજ મુક્ત કરી દેવાયા હોવાનો આક્ષેપ શિક્ષકે લગાવ્યો છે. આ શિક્ષક પોતાના પરિવારના 8 જેટલા સભ્યોનું પાલનપોષણ કરે છે. ત્યારે તેમની નોકરી છીનવાઈ જતા માથે પહાડ તુટી પડ્યો છે.