પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા

સમય ક્રાંતિ ન્યૂઝ..

ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. વલસાડમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. તા. 27 ના રોજ કોંગ્રેસના અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આવશે. સવારે 10 કલાકે ધરમપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરવાની તૌયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તારીખ 27 ના દીવ, દમણ અને દાદરા નગર હવેલીની લોકસભાની સીટ માટે નરેન્દ્ર મોદી દમણ ખાતે કોલેજ ગ્રાઉન્ડ પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને 27મીના જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે સભા કરશે.ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન ભાજપના મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સભાઓ ગજવશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ 27 તારીખે જામકંડોરણામાં સભા ગજવશે. પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોરણા મતવિસ્તાર આવે છે, સભાને લઈ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા અમિત શાહ 27 તારીખે આવી પહોંચશે. આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે.જૂનાગઢમાં આગામી બીજી તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી મહાનગરોમાં પ્રચંડ રોડ શો કરશે. મે મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી