સમય ક્રાંતિ ન્યૂઝ..
ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટ ખાતે ફરવા જઈ રહેલા વડોદરાના એક પરિવારની કારની બ્રેક ફેલ થતા કાર રિવર્સમાં આવી ખીણમાં ખાબકતા અક્સ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટના સ્થળે થી મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લાના શોખાડા ગામ ખાતે રહેતા 36 વર્ષીય પરેશભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિ પરિવાર સાથે કાર લઈ વડોદરાથી ઈગતપૂરી ખાતે ગયા હતા. અને તેમની કાર નં. GJ -06-PB-1820 માં ડ્રાઇવર સાથે 6 વ્યક્તિઓ અને બે નાના બાળકો સવાર હતા. ઈગતપૂરીથી ફરતા ફરતા તેઓ નાસિક ખાતે રોકાયા હતા. અને પછી સાપુતારા ખાતે જવા નીકળ્યા હતા. જેમાં આજરોજ સાપુતારાનાં ટેબલ પોઇન્ટ ઉપર ચઢતી વખતે કારની અચાનક બ્રેક ફેલ થઈ જતા કાર રિવર્સમાં નીચે ઉતરી આવી ખીણમાં ખાબકી હતી.