સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે નડિયાદથી એક વેપારીને ઝડપી લેતા ચકચાર મચી છે. વેપારી દ્વારા સોશિયલ મીડિયાના X (ટ્વીટર) પર એક પોસ્ટ મુકવામાં આવી હતી અને આ પોસ્ટમાં મૂકેલો વીડિયો તાઈવાનનો હોય અને તેમાં વેપારી દ્વારા ગુજરાત રાજ્યને બદનામ કરતુ લખાણ લખવામાં આવ્યુ હોવાની પુષ્ટિ થતા અંતે ક્રાઈમ બ્રાંચ અમદાવાદની ટીમ દ્વારે આ વેપારીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થોડા સમય પહેલાં એક્સ ઉપર એવી પોસ્ટ થઈ હતી કે જેમાં કેટલાંક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ જાય છે. આ સમગ્ર વીડિયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું. તપાસમાં આ વીડિયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડિયો નડિયાદમાં રહેતા પ્રહ્લાદ દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો મૂળ તાઈવાન હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ પ્રહ્લાદ દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.