સમય ક્રાંતિ ન્યૂઝ..
આજે વિશ્વ યોગ દિવસ નિમિતે વ્યારા ના પનિયારી ખાતે આવેલ વિદ્યા ગુર્જરી શાળા માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા..
શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા.21/06/2024 ને શુક્રવારના રોજ ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરવામાં આવી. યોગ એક એવી ક્રિયા છે. જે મનુષ્યને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટીય યોગ દિવસ ઉજવાય છે. યોગ અલગ અલગ પ્રકારના હોય રાજ- યોગ, ભકિત-યોગ, કર્મયોગ, હઠયોગ, જ્ઞાનયોગ વગેરે યોગમાં ઘણા બધા આસનોનો સમાવેશ થાય છે.
સૂર્યનમસ્કાર,મયૂરાસન,તાડાસન,પદમાસન, ચક્રાસન વગેરે યોગથી ચિંતા, તણાવ વગેરે દૂર થાય છે. યોગથી બુધ્ધિ તેજ થાય છે. અમારી શાળામા આજ રોજ સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર યોગ કરી આપણા ભારતીય સંસ્કૃતિની લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી યોગ પ્રણાલીને જીવંત રાખવામાં સહભાગી થયા છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તથા યોગગુરુ દિપાલીબેન ડી. શાહ દ્વારા કરવામાં આવેલ છે.