પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી પોલીસે શરૂ કરી તપાસ

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક યુવતીને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યાં છે. પતિ અવાર નવાર મારઝૂડ કરતો હોવાથી પત્ની રીસાઈને છેલ્લા છ મહીનાથી તેના પિતાના ઘરે રહેતી હતી. જો કે યુવતી જ્યારે નોકરીથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમ્યાન તેના પતિએ તેને રીક્ષામાં લઈ જઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી અને મૃતદેહ લાંભા ગામની સીમમાં રીગરોડની બાજુમાં અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો.

નારોલ વિસ્તારમાં રહેતા સુરેશભાઇ દેસાઈએ અસલાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે આ દરમિયાન લાંભા ગામની સીમમાં રીંગ રોડ પર અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં જ ફરિયાદી તેમના પત્ની ત્યાં પહોચ્યાં હતાં. જ્યાં તપાસ કરતા આ મૃતદેહ તેમની દીકરીનો હોવાનું જાણવા મળ્યું હતું. જેને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે મૃતક યુવતીના પિતાએ યુવતીના પતિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસએ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કે તેણે ક્યાં કારણોસર હત્યા કરી છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીએ આરોપી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ તે અવાર નવાર મારઝુડ કરતો હોવાથી યુવતી રિસાઇને છેલ્લા છ મહીનાથી તેના પિતાને ત્યાં રહેવા માટે આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

મારી હત્યા થશે તો સીનીયર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે: જીજ્ઞેશ મેવાણી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સીનીયર આઈપીએસ અને સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાન્ડિયન સામે કોંગીના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યો Read more

પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધી ભરવા પ્રયાસ કરાશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ Read more

તાપી સહિત નવસારી, બીલીમોરા, દમણ અને ડાંગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા સહિત નવસારીમાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે શહેરના Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી