વ્યારા તાલુકા ના મગરકુઈ ખાતે સિનિયર સિવિલ જજ દ્વારા કાયદાકીય માર્ગદર્શન અપાયું

મા કામલ મેડીકલ સેન્ટર મગરકુઇ ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩”અંગે કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.મનિષા એ.મુલતાનીના માર્ગદર્શન હેઠળ “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” કાયદાકીય માર્ગદર્શન સેમિનાર વ્યારા તાલુકાના મા કામલ મેડીકલ સેન્ટર મગરકુઇ ખાતે યોજાયો હતો. જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.


દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી અને ઇ.ચા. મહિલા અને બાળ અધિકારી તાપી ડો.મનિષાબેન એ.મુલતાની દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો. સીનીયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, ફુલ ટાઇમ સેક્રેટરી, ડ્રીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી, તાપી હેમલતા પંડીત દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની કામગીરી અને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. લીગલ એડવાઇઝર એસ.પી.કચેરી તાપી જોશીલાબેન ગુમાને દ્વારા દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનયમ ૨૦૧૩ હેઠળની જોગવાઈઓ ખુજ વિસ્તૃત અને સરળ ભાષામાં રજુ કરી હતી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ અંગે રસપુર્વક ભાગ લેવામા આવ્યો હતો. નિલેશભાઇ પટેલ – એડવોકેટ –DLASA દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫, ૧૨૫-ભરણપોષણનો કાયદા અંગેનું કાયદાકીય જાણકારી આપી હતી લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા દ્વારા બેંકની લગતી સુરક્ષા અને વીમા કવચ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ પ્રસંગે શ્રીમતી પી.વી.ધનેશા(PSI) સી-ટીમ દ્વારા સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ, બેડ ટચ તેમજ મહિલાની જાતીય હિંસાના બચાવ અંગેનું માર્ગદર્શન તેમજ સી-ટીમ દ્વારા કરવામા આવતી તમામ સુવિધાઓની જાણકારી આપી હતી. ખુશ્બુ જે.ગામીત જેન્ડર સ્પેશ્યાલીસ્ટ (DHEW) દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક ચાલતી વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાની માહીતી આપી હતી.

સમાચાર ના વિડિઓ જોવા મટે અહી ક્લિક કરી શકો છો..

તેમજ સખી વન સ્ટોપ સેંન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચાલતી વિવિધ યોજનાઓ સ્ટાફ દ્વારા તેઓની ભુમિકા અને મદદ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કીટનું વિતરણ કરી નર્સિંગ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓના સહકાર હેઠ્ળ કાર્યક્રમ સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યો હતો..

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી