પલસાણા કડોદરા રોડ પરની કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણથી મોત

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત જિલ્લા ના પલસાણા વિસ્તાર મા નવા વર્ષનો દિવસ શ્રમિકો માટે ગોઝારો બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. આજે નવા વર્ષના દિવસે જ મોટી દુર્ઘટના બની હતી. પલસાણા તાલુકાના બલેશ્વર નજીક આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા છે. કામરેજ ઇ.આર.સી ફાયર અને બારડોલી ફાયર ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ઘરી છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ નજીક કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં ચાર શ્રમિકોના મોત થયાં હતાં. મિલમાં બનાવામાં આવેલ ઉંડી ટાંકીમાં આજરોજ ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન તેઓને ગુંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચારેય શ્રમિકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાજેશ, કમલેશ, સેહનવાઝ અને દિપક નામના ચાર કામદારોના મોત થયાનું બહાર આવ્યું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

દૂષિત પાણીને શુદ્ધ કરવાની ટાંકી સાફ કરવા પ્રથમ બે કામદારો ઉતર્યા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર નહીં આવતા અન્ય બે કામદારો અંદર જોવા જતા તેઓ ઓણ ગૂંગળામણને લીધે મોતને ભેટ્યા હતા. હાલ ચારેયના મૃતદેહને પીએમ અર્થે મોકલી અપાયાં છે. તેમજ કડોદરા પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી મિલમાં સેફટી માટે કયા પ્રકારની સુવિધાઓ હતી એ તમામ બાબતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે

Related Posts
અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

રેલિંગ તોડી ડમ્પર BRTS રૂટના ડિવાઈડર પર ચડી ગયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકો અવાર નવાર જીવલેણ તેમજ ગંભીર અકસ્માતો સર્જતા હોય છે. રસ્તાઓ Read more

પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધી ભરવા પ્રયાસ કરાશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ Read more

તાપી સહિત નવસારી, બીલીમોરા, દમણ અને ડાંગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા સહિત નવસારીમાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે શહેરના Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી