નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દારૂ પીવાના લાયસન્સના નામે લોકો પાસેથી 6.28 કરોડ ખંખેરી લેવાયા, RTI એક્ટિવિસ્ટનો ખુલાસો

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવારૂપે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10327 લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે. જે માટે સુરતીઓએ વિભાગને 9.35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે.

પરંતુ આ લાયસન્સ લેતા પહેલાં જરૂરી એવા મેડિકલ ચેક-અપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓએ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદે રીતે ખંખેરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેક-અપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે.વિવાદોના ઘેરામાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. દવારૂપે દારૂ પીવા માટે અરજદારો દ્વારા નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરવામાં આવે છે. જે બાદ નશાબંધી વિભાગ તરફથી લાઇસન્સ આપવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. અરજદારો દ્વારા આ માટે કાયદેસરની 6000 રૂપિયા જેટલી ફી ચુકવવામાં આવે છે. અરજી કરનાર અરજદારે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિકલ હેલ્થ ચેક-અપ અંગેનું પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે. જોકે અરજદારો દ્વારા  સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ હેલ્થ ચેક-અપ માટે કરવામાં આવેલ અરજીના નામે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10,307 લોકો પાસેથી 6.28 કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. સુરતના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી આર.ટી.આઈ માં આ ખુલાસો થયો છે. આરટીઆઈ માં સામે આવેલા આંકડા મુજબ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા અરજદારો પાસેથી મેડિકલ હેલ્થ ચેક-અપના નામે લેવામાં આવેલી કરોડોની રકમ ગેરકાયદેસર હોવાનો આરોપ આરટીઆઇ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાએ કર્યા છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી