નિઝર તાલુકાના સરવાળા ખાતે યોજાયેલ ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૧૯ અરજીઓનો સ્થળ પર નિકાલ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા સરવાળા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો

તાપી જિલ્લાના નિઝર તાલુકાના પ્રાથમિક શાળા સરવાળા ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામિતના અધ્યક્ષસ્થાને ‘સેવાસેતુ’ (૧૦મો તબ્બકો) કાર્યક્રમ યોજાયો હતો. સરવાળા ખાતે યોજાયેલ ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૧૯ જેટલી વિવિધ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે પ્રપ્ત થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. આજે નિઝર તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા સરવાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સરવાળા,ચિંચોદા, શેલુ,અંતુર્લી,વાંકા, હરદુલી,પિંપળોદ,વ્યાવલ, સુલવાડા,દેવાળા,હિંગણી ગામના નાગરીકોને સરકારશ્રીની કુલ ૧૩ જેટલા વિભાગો દ્વારા આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મામલતદારશ્રી,ટી.ડી.ઓશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ,પધાધિકારીશ્રીઓ,સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી